તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
રમવા આવોને અંબે માવડી રે, આવી રૂડી નોરતાની રાત, રમવા આવોને અંબે...
૧૨૮ વર્ષથી થતી ગરૂડની ગરબીમાં પ્રથમ નોરતે જ બાળાઓના રાસ નિહાળવા માનવ મહેરામણ ઉમટી પડયો

રાજકોટઃ પ્રથમ નોરતેથી જ બાળાઓ રાસગરબાની જમાવટ કરી રહી છે. દરમિયાન સૂરના તાલે રાસ રજૂ કરી વાહવાહી મેળવી રહી છે. દરમિયાન ૧૨૮ વર્ષથી રામનાથપરા ચોક સ્થિત ગરૂડની ગરબીનું આયોજન કરવામાં આવે છે અહિંની ૩૭ બાળાઓ દ્વારા સાદોતાલ, મહાકાળી રાસ, નવતાલા મેલડી માતાજી, શ્રી બહુચરાજી, સળગતી મસાલ, ઘૂમટા, રાજસ્થાની હુડો, દેશીટીટોડો રાસ ભારે વિખ્યાત છે. આયોજનમાં ગોવિંદભાઇ ગમારા, જયેશભાઇ સરૈયા, સંદિપભાઇ ડોડીયા, હિતેષભાઇ રાઘવાણી, વિનુભાઇ જાદવ વિ.જોડાયા છે.(તસ્વરીઃ અભિજીત બગથરીયા)
(3:47 PM IST)










