તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
બટર-ઘી-પનીર-બટર ચીકન મસાલા-દાલફ્રાય-મિક્ષ વેજીટેબલ સબ્જીના નમુના લેવાયા
વ્રજ પાર્લર, બાર્બેકયુનેશન તથા ધ પાઇનાવિન્ટા હોટલમાં ફુડ શાખા ત્રાટકી : પીડીએમ સામેના હોકર્સ ઝોનમાં ખાણી-પીણીના ૧૬ ધંધાર્થીઓનું ચેકીંગઃ પને લાઇસન્સ અંગે સુચના

રાજકોટ તા. ર૩: શહેરના લોકોનું સ્વાસ્થ્ય જાળવી રાખવા નવરાત્રીના તહેવારમાં મનપાની ફુડ શાખાએ સર્વેલન્સ ચેકીંગ કર્યું હતું. જે અંતર્ગત પીડીએમ કોલેજ સામેના હોકર્સ ઝોનમાં ૧૬ ખાણી-પીણીના ધંધાર્થીઓનું ચેકીંગ કરી પાંચને લાઇસન્સ અંગે સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત નાના મવા રોડ, ક્રિસ્ટલ મોલ, ગોંડલ રોડ ખાતેથી બટર, ઘી, પનીર, બટર ચીકન મસાલા, દાલ ફ્રાય તથા મિક્ષ વેજીટેબલ સબ્જીના નમુના લેવામાં આવ્યા હતા.
મનપાની સત્તાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના PDM કોલેજ સામે હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૧૬ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦પ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાદ્યચીજોના કુલ ૧૬ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં જય બાલાજી દાળપકવાન, સાંઇ મદ્રાસ કાફે, સાંઇ દાળ પકવાન, આશાપુરા દાળપકવાન તથા સ્ટાર ઘૂઘરાને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવ.ેલ.
૬ નમુના લેવાયા
ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-ર૦૦૬ હેઠળ કુલ ૦૬ નમૂના લેવામાં આવેલ. જેમાં વેનુ ગાઉ દેશી બટર (ફ્રોમ ૧ કેજી પેકડ) તથા વેનુ ધી પ્યોર ધી ઓફ દેશી કાઉ (પ૦૦ એમએલ પેકડ) મે. વ્રજ પાર્લર, રવિરાજ કોમ્પ્લેક્ષ શોપ નં. ૦૬, નાનામવા રોડ, સત્ય સાંઇ રોડ ક્રોસિંગ પાસે, ફ્રેશ હાઇ ફેટ પનીર (ફ્રોમ ૧ કેજી પેક) તથા (બટર ચીકન મસાલા (પ્રિપેર્ડ-લુઝ): બાર્બેકયુ નેશન હોસ્પિટાલિટી લી. ત્રીજો માળ, ક્રિસ્ટલ મોલ, રાણી ટાવર સામે, કાલાવડ રોડ, દાલ ફ્રાય સબ્જી (પ્રિપેર્ડ-લુઝ) તથા મિક્ષ વેજીબટેલ સબ્જી (પ્રિપેર્ડ-લુઝ): ધ પાઇનાવિન્ટા હોટલ, ગોંડલ રોડ, સમૃધ્ધી ભવનની સામે, બોમ્બે પેટ્રોલ પંપની બાજુમાંથી નમુના લેવામાં આવ્યા હતા. (૭.૩૦)
(2:57 PM IST)










