તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
કોઠારીયા સોલવન્ટ-માલધારી ફાટક વચ્ચે ટ્રેનની ઠોકરે યુવાનનું મોત
વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૩: કોઠારીયા સોલવન્ટથી માલધારી ફાટક વચ્ચે રાત્રીના સમયે આશરે ૩૫ વર્ષના એક યુવાનનું ટ્રેનની ઠોકરે ચડી જતાં કમકમાટી ભર્યુ મોત થયું છે.
બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ રતન સાખરાએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃતક યુવાને ઝેરી લીલા કલરનું ટ્રેક અને બોટલ ગ્રીન કલરનો શર્ટ પહેરેલો છે. તેના પગના છુંદા નીકળી જતાં ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો.
અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડયું કે આત્મહત્યા કરી? તે બહાર આવ્યું નથી. મૃતકની ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી. તસ્વીરમાં દેખાતા યુવાનના કોઇ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો ફોન ૭૪૩૩૮૧૪૮૦૮ અથવા પીએસઆઇ સાખરાનો ૯૬૨૪૦ ૮૪૨૪૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(2:55 PM IST)










