<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

રેલવે સ્‍ટેશન પર રોકડ-દાગીના સાથેનું મળેલું પર્સ માલીકને શોધી પોલીસે પરત આપ્‍યુ

રેલવે પોલીસના એ.એસ.આઇ. મંજુલા બેન, હેડકોન્‍સ મેહુલભાઇ, સાગરભાઇ અને કોન્‍સ.સંતોષભાઇની કામગીરી

રાજકોટઃ અમદાવાદ રેલવે વિભાગના ઇન્‍ચાર્જ અધીક મહાનિર્દેશક શ્રી પરીક્ષીતા રાઠોડ તથા પોલીસ અધીક્ષક યશપાલ જગાણીયા તથા ડીવાયએસપીના ઇન્‍ચાર્જ પી.આઇ.એચ.એમ. રાણા જ સૂચનાથી સર્વેલન્‍સ સ્‍કવોડની ટીમ રેલવે સ્‍ટેશન પર ચેકીંગમાં હતી ત્‍યારે રેલવે સ્‍ટેશનમાં પ્‍લેટફોર્મ નં. ૧ ઉપર એક ગુલાબી કલરનું લેડીઝ પર્સ બીનવારસુ પડેલુ જોવા મળતા પોલીસે પર્સ ચેક કરતા તેમાં રોકડ તથા દાગીના અને મોબાઇલ ફોન હતો. પોલીસ મોબાઇલ ફોનના આધારે પર્સના મૂળ માલીકનો સંપર્ક કરી પર્સના માલીક નેહાબેન સુરજભાઇ કુસવાહ (ઉ.વ.૨૬) (રહે. જેતપુર જૂનાપાંચ પીપળા રોડને શોધી કાઢી રોકડ અને દાગીના તથા મોબાઇલ ફોન મળી રૂા. ૨૮ હજારની માલમતા ભરેલુ પર્સ નેહાબેનને પરત કર્યુ હતુંઉ આ કામગીરી રેલવે પોલીસના એ.એસ.આઇ. મંજુલાબેન, હેડ કોન્‍સ મેહુલભાઇ, સાગરભાઇ, તથા કોન્‍સ સંતોષભાઇ દ્વારા કરવામાં આવી હતી. 

(2:53 PM IST)