<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

કાલાવાડ રોડ સ્‍વામીનારાયણ મંદિર- કબાગાંધીના ડેલા સહિતના ધાર્મિક સ્‍થળો ચોખ્‍ખા ચણાંક કરાયા

વિવિધ જાહેર સ્‍થળોએ ૪૮ ટન કચરાનો નિકાલ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા તા.૨૩ થી તા.૨૯ સુધી શહેરના ધાર્મિક સ્‍થળો, મ્‍યુઝીયમ, પ્રવાસન સ્‍થળો અને બાગ-બગીચાઓ, ઐતિહાસિક સ્‍થોળો, સાર્વજનિક/રાષ્‍ટ્રીય ઉધાનોન મુખ્‍ય માર્ગની સફાઈ, બજાર અને વાણિજ્‍ય વિસ્‍તારની સફાઈ, પબ્‍લિક ટોયલેટ તથા કોમ્‍યુનિટી ટોયલેટની સફાઈ માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત તા ૨૩ના મહાનગરપાલિકા દ્વારા શહેરના ધાર્મિક સ્‍થળો, બાગ-બગીચા, પ્રવાસન સ્‍થળો, ઐતિહાસિક સ્‍થળો, પબ્‍લિક ટોયલેટ, કોમ્‍યુનિટી ટોયલેટ, જી.વી.પી. પોઈન્‍ટની સફાઈ દરમ્‍યાન ૪૧૫૦ સફાઈ કામદારો દ્વારા ૪૮ ટન કચરોનો નિકાલ કરી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.  આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક સ્‍થોળો કબા ગાંધીનો ડેલા, ધર્મેન્‍દ્ર રોડ ખાતે રાજકોટ મહાનગરપાલિકા તથા જી.ટી.હાઇસ્‍કુલ ફોર ગર્લ્‍સ દ્વારા શ્રમદાન અને સઘન સફાઈ ઝુબેશ હાથ ધરવામાં આવેલ. આ ઝુંબેશમાં રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા તથા અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા તેમજ કાલાવડ રોડ ખાતે બી.એ.પી.એસ સ્‍વામિનારાયણ મંદિર, ધાર્મિક સ્‍થળ ખાતે  રાજકોટ મહાનગરપાલિકા તથા  બી.એ.પી.એસ સ્‍વામિનારાયણ મંદિરના પ્રતિનિધિશ્રી દ્વારા શ્રમદાન અને સઘન સફાઈ ઝુબેશ હાથ ધરવામાં આવેલ.  આ ઝુંબેશમાં સ્‍થાનિક કોર્પોરેટરશ્રીઓ, આગેવાનો તથા અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.

(2:50 PM IST)