<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

માતાજી પાલખીમાં બિરાજ્‍યા, સહિયરમાં ઢોલ-શરણાઈ સાથે શોભાયાત્રા

પ્રથમ નોરતે હિંચ, ડાકલા, ટીટોળો, તાલીરાસ, મધુબંસી જેવા રાસની જમાવટઃ ખેલૈયાઓ ખિલ્‍યા

રાજકોટઃ સહિયર ક્‍લબ રાસોત્‍સવમાં પ્રથમ નોરતે માંની પાલખીની શોભાયાત્રા કરી મંદિરમાં સ્‍થાપન કયું. સનાતન સંસ્‍કૃતિ મુજબ યજ્ઞ-હોમ-હવન કરીને સહિયરનું ઉદ્‌ઘાટન કર્યુ. ધનસુખભાઇ ભંડેરી, ઉદયભાઈ કાનગડ, કમલેશભાઈ મિરાણી, મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ રામભાઈ માકરીયા ઉપસ્‍થિત રહ્યા હતા.

સહિયર રાસોત્‍સવ ૨૫ વર્ષમાં પ્રવેશ કર્યાની સિલ્‍વર જ્‍યુબેલી ઉજવતા માંની આરાધના પ્રથમ નોરતે સહિયર ક્‍લબના ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, ક્રિષ્‍નાપાલસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્‍ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, પ્રકાશભાઈ કણસાગરા, સમ્રાટ ઉદેશી, ધેર્ય પારેખ, કુણાલભાઈ મણીયાર, રવીરાજસિંહ જાડેજા, પિયુષભાઈ રૈયાણી, રાજવીરસિંહ ઝાલા, કરણભાઈ આડતીયા, હિરેન ચંદારણા, ધવલભાઈ નથવાણી, દિપકસિંહ જાડેજા, રાજેન્‍દ્રસિંહ ચુડાસમા, આકાશભાઈ કાથરાણી, યુવરાજસિંહ ચુડાસમા, અભિષેકભાઈ શુક્‍લ, નિરવભાઈ પોપટ, રવીભાઈ આડેસરા, ભરતભાઈ વ્‍યાસ, રૂપેશભાઈ દતાણી, નરેન્‍દ્રસિંહ જાડેજા, મયૂરસિંહ ઝાલા, ધર્મેશભાઇ રામાણી, વજુભાઈ હેમુર, જતીન આડેસરા, શૈલેષભાઈ ખખ્‍ખર, અહમદ સાંધ, ડો.દિગવિજયસિંહ ઝાલા, મીત પંડયા, નિલેશભાઈ તુરખિયા, નિલેશભાઈ ચિત્રોડા, અનીશભાઈ સોની, મનસુખભાઈ ડોડીયા, શૈલેષભાઈ પંડયા તેમજ તમામ આયોજક પરિવાર સાથે ઉપસ્‍થિત સંધ્‍યા ટાણે દિવ્‍ય સ્‍વરૂપ માતાજીને પાલખીમાં બિરાજીત કરી સહિયરમાં ઢોલને શરણાઈના સાથે શોભાયાત્રા કરી માં ને ખંભે બેસાડીને મંદિરમાં બિરાજીત કર્યા હતા.

ધનસુખભાઇ ભંડેરી, કૈલાસબેન ભંડેરી, ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના હસ્‍તે સહિયર રાસોત્‍સવનું રિબિન કાપીને ઉદઘાટન કરવામાં આવ્‍યું હતું.

સુરેન્‍દ્રસિંહ વાળા તથા કૃષ્‍ણપાલસિંહ વાળા માતાજીના યજ્ઞ હવન બાદ સૌએ સાથે મળીને આદ્યશક્‍તિ માંની આરતી કરી હતી.

રાસના આજના દોરમાં રંગતમાં હિંચ, તાલી રાસ સ્‍ટેપ, ડાકલા, ટીટોળો, મધુબંસી જેવા વિવિધ રાસમાં રાહુલ મહેતા, અપેક્ષા પંડયાએ જમાવટ કરી હતી.

સમગ્ર રાસોત્‍વના સંચાલનમાં તેજસભાઈ શિશાંગિયા, જીલ એન્‍ટર્નટેનમેન્‍ટ, સંગીત પૂર્વના સહિયરમાં પ્રથમ નોરતે જ હાઉસફૂલ ખેલૈયાઓ ઉડી ઉઢસને રમ્‍યા હતા. મંત્રી ભાનુબેન બાબરીયા, મનહરભાઈ બાબરીયા, સુરેન્‍દ્રસિંહ વાળાને સફળતાના અભિનંદન આપ્‍યા હતા. સાંસદ રામભાઈ મોકરીયાને સહિયરના મંચ પરથી સ્‍વદેશી કરારનો બહિષ્‍કાર અને આત્‍મનિર્ભર ભારત તથા ડ્રગ્‍સ વ્‍યસન મુક્‍તિ બાબતે નરેન્‍દ્રભાઇ મોદીનો સંદેશો આપી સહિયરને સાંસ્‍કૃતિક શણગાર રાસોત્‍સવ તરીકે બિરદાવ્‍યું હતું. સિલેકટ થયેલા પ્રથમ નોરતાના વિજેતા સિનિયરઃ આયુષ રૈયાણી - નિધિ બગથરીયા, રવિ જરિયા- જાનવી સરવૈયા, કિશન સાકરિયા -ધ્રુવિ ખેતિયા, યુવરાજ જારિયા-ક્રિષ્‍ના આહિર

જુનિયરઃ અર્નવ ગૌસ્‍વામી -વિશ્વા રાઠોડ, અક્ષ માંડલિયા - કાવ્‍યા, મનન ગોર -તનીષા ભાલોડિયા

વેલડ્રેસઃ આરુષ તથા હેતાંશ, આરાધ્‍યા મહેતા, પ્રિન્‍સ અને પ્રિન્‍સેસને આયોજક ચંદુભાઈ પરમાર, કૃષ્‍ણસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ  જાડેજા, રવિરાજસિંહ જાડેજા (આર.કે સિક્‍યુરીટી), નરેન્‍દ્રસિંહ જાડેજા, દિપક પટેલ, વેવ (ગર્વા), નિખિલ ગોહેલ, પક્ષદિપસિંહ વાળા, કલ્‍પેશ ડોડિયા, મુકેશભાઈ, મેઘરાજસિંહ જાડેજા, અજીત પરમાર, જતિન બગડાઈ, જેશિંગ બુધવા, મિત તથા મિલન દેસાઈના હસ્‍તેના ઈનામો આપી વિજેતાઓને બિરદાવ્‍યા હતા.

(2:34 PM IST)