તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
કરણપરાની ગરબીમાં ચાર ચાર દાયકાથી દૈવી શક્તિની આરાધના
અઘોર નગારાના રાસ દરમિયાન માતાજી મગર ઉપર સવાર થઇને આવે છે : માં મોગલનો મેળો, વેરણ વાસળી , રામરોટી રાસ અને બાદશા રાસ આકર્ષણનું કેન્દ્ર : ગાયક વૃંદમાં અજયભાઇ આહીર, કિરણબેન ગોંડલીયા, દીલીપભાઇ બારોટ અને વાદ્યવૃંદમાં કિશનભાઇ મીરાણી, સંજયભાઇ ગોહેલ, નૈતીકભાઇ ગોહેલ, ગીરીરાજભાઇ રાવળદેવ, ઋષભભાઇ, પંકજભાઇ, દ્વારકેશભાઇની જમાવટ

શ્રી અંબિકા ટ્રસ્ટ સંચાલિત કરણપરા ગરબી મંડળ : પ્રથમ નોરતે કરણપરા ખાતે શ્રી અંબીકા ટ્રસ્ટ સંચાલિત ગરબી મંડળના રાસ ગરબાનો દીપપ્રાગટયથી પ્રારંભ શ્રી હરિચરણદાસ બાપુના શિષ્ય શ્રી જયરામદાસ બાપુ તથા શ્રી શ્યામસુંદર મહારાજના હસ્તે કરાવાયો હતો. તે સમયની તસ્વીર નજરે પડે છે. અન્ય તસ્વીરમાં દીવડા રાસ અને પ્રાચીન રાસ રજુ કરતી બાળાઓ નજરે પડે છે.
રાજકોટ તા. ૨૩ : શહેરની સુપ્રસિધ્ધ ગરબીમાં ગણના પામનાર કરણપરાની પ્રાચીન ગરબીએ સફળતમ ૪૩ વર્ષ પૂર્ણ કરી ૪૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
‘અકિલા' ખાતે આ ચાર દાયકાઓની સફળતાની વાતો શેર કરતા શ્રી અંબિકા ટ્રસ્ટ કરણપરા ચોક ગરબી મંડળના આગેવાનોએ જણાવ્યુ હતુ કે અહીં નવે નવ દિવસ દૈવી શક્તિની આરાધના કરવામાં આવે છે. આપણી સંસ્કૃતિને શોભે તેવા પરંપરાગત રાસ ગરબા રજુ કરવામાં આવે છે.
નાની મોટી ૫૧ બાળાઓ દ્વારા અવનવા રાસ રજુ થાય છે. જેમાં આ ગરબીના મુખ્યત્વે ‘માડી તારા અઘોર નગારા વાગે' રાસ દરમિયાન માતાજી મગર ઉપર બિરાજમાન થઇને આવે છે, ત્યારે ભાવિક ભકતો ભાવવિભાર બની જાય છે. ઉપરાંત માં મોગલનો મેળો, વેરણ વાસડી, બેડા રાસ, રામ રોટી રાસ, બાદશાહ રાસ, આવ્યા અંબેમાં વગેરે રાસ પણ ખુબ જમાવટ કરે છે.
લાઇવ ઓરકેસ્ટ્રા સાથે રજુ થતા ગરબામાં અજયભાઇ આહીર, કિરણબેન ગોંડલીયા, દીલીપભાઇ બારોટ સ્વરનો જાદુ રેલાવે છે. ઉપરાંત ઢોલક પર કિશનભાઇ મીરાણી, સંજયભાઇ ગોહેલ, નૈતીક ગોહેલ, બેન્જો પર ગીરીરાજભાઇ રાવળદેવ, મંજીરા વાદક ઋષભ ગાઠાણી, પંકજભાઇ ડોબરીયા, દ્વારકેશ ડોબરીયા સેવા આપે છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રાચીન અને પ્રસિધ્ધ ગરબીમાં એકપણ બાળા પાસેથી પ્રવેશ ફી લેવામાં આવતી નથી. એટલુ જ નહીં બાળાઓને ચણીયા ચોળી અને અન્ય ડ્રેસ મટીરીયલ પણ સંસ્થા તરફથી દાતાઓના સહયોગથી અપાય છે. છેલ્લે દિવસે લ્હાણી વિતરણ પણ કરવામાં આવે છે. જેમાં ૨૫ થી ૩૦ આઇટેમોનો સમાવેશ હોય છે.
દરરોજ રાત્રે કરણપરા ચોકમાં માનવ મેદની આ પ્રાચીન રાસ જોવા ઉમટી પડે છે. આરતી સમયે ધૂપનો ધમધમાટ આખા વિસ્તારને પવિત્ર બનાવી દયે છે.
આ વર્ષે પણ યોજાયેલ આ પરંપરાગત પ્રાચીન રાસ ગરબાનો આરંભ પ્રથમ દિવસે શ્રી હરીચરણદાસજી બાપુના શિષ્ય શ્રી જયરામદાસ બાપુ તથા શ્રી શ્યામ સુંદર મહારાજના હસ્તે દીપપ્રાગટય કરીને કરાયો હતો.
સમગ્ર આયોજન શ્રી અંબિકા ટ્રસ્ટ કરણપરા ચોક ગરબી મંડળના પ્રમુખ શ્રી કિરીટભાઇ પાંધી (મો.૯૮૨૪૨ ૦૪૧૩૦)ના નેત્વ હેઠળ કરવામાં આવે છે. જેમાં નિતિનભાઇ પાંધી, જીતુભાઇ ગોહેલ, હસુભાઇ વાઢેર, કિશનભાઇ પાંધી, ધનેશભાઇ જીવરાજાની, ભરતભાઇ પુજારા, હિશિતભાઇ પુજારા, રાજુભાઇ પરમાર, નિલેશભાઇ ગજજર, મિતેશભાઇ ગજજર, સુનિલભાઇ ગજજર, જયદીપભાઇ શેઠ, શૈલેષભાઇ માંડવીયા, પ્રદીપભાઇ રાણપરા, હરીશભાઇ પૂજારા, યોગેશભાઇ પટેલ, દક્ષભાઇ પુજારા, ઉમેશભાઇ ઝાપડીયા, પરેશભાઇ ઝાપડીયા, હાર્દીકભાઇ કુંડલીયા, શ્યામભાઇ રાઠોડ, જયભાઇ મકવાણા, ક્રિપાલસિંહ સોલંકી, વિનુભાઇ મહાજન, દીલીપભાઇ રાઠોડ, રાજુભાઇ ચાવડા, દિલીપભાઇ આડેસરા, મનીષભાઇ રાજાણી, વિજયભાઇ મનાણી, સંજયભાઇ વાઘેલા, ધ્રુવિલભાઇ વાઘેલા, સંજયભાઇ જીવરાજાની, ભાર્ગેશભાઇ જીવરાજાની, બિરેન્દ્ર વિશ્વકર્મા સહીત કુલ ૧૦૮ કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે

તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શ્રી અંબીકા ટ્રસ્ટ કરણપરા ગરબીના ધનેશભાઇ જીવરાજાની, કિશનભાઇ પાંધી અને ગાયક વૃંદના અજયભાઇ આહીર, કિરણબેન ગોંડલીયા, દીલીપભાઇ બારોટ, કિશનભાઇ મીરાણી, સંજયભાઇ ગોહેલ, નૈતિક ગોહેલ, ગીરીરાજભાઇ રાવળદેવ, ઋષભભાઇ, પંકજભાઇ, દ્વારકેશભાઇ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા) (૧૬.૧
(2:32 PM IST)










