તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
જિલ્લા પંચાયતમાં ૬ ઓકટોબરે કારોબારી સમિતિની બેઠક, ત્યારબાદ સામાન્ય સભા
કામચલાઉ કચેરીના ખર્ચના વિવાદ બાદ પ્રથમ બેઠક

રાજકોટ તા ૨૩: જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક ૬ ઓક્ટોબરે સોમવારે મળનાર છે .તે દિવસ પછી નજીકના ભવિષ્યમાં સામાન્ય સભા બોલાવવામાં આવશે. પંચાયતમાં દર ત્રણ મહિને સામાન્ય સભા બોલાવવાનો શિરસ્તો છે.
કારોબારી અધ્યક્ષ પી જી કયાડાએ ૬ ઓક્ટોબરે સામાન્ય સભા યોજવા વહીવટી તંત્રને નોંધ મોકલી છે. કોઈ અણધારિયો ફેરફાર ન થાય તો ૬ ઓક્ટોબરે કારોબારી બોલાવવા માટે એક બે દિવસમાં એજન્ડા પ્રસિદ્ધ થઈ જશે .સામાન્ય રીતે બધી સમિતિઓની બેઠક પછી સામાન્ય સભા મળતી હોય છે સામાન્ય સભા ૧૩ ઓક્ટોબરે અથવા ૧૬ ઓક્ટોબરે બોલાવવામાં આવે તેવી પ્રબળ શકયતા છે. તારીખ ૨૧ ઓક્ટોબરે દિવાળી છે તે પહેલા સામાન્ય સભા યોજવાનું શકય ન બને તો દિવાળી પછી તુરત સામાન્ય સભા રાખવામાં આવશે .ખાસ સામાન્ય સભા બોલાવવી કે પ્રશ્નોતરી સાથેની તે હજુ નક્કી નથી.
જિલ્લા પંચાયતની કામચલાવ કચેરીના મરામતના ખર્ચના વિવાદ પછી પ્રથમ વખત કારોબારી અને સામાન્ય સભા આવી રહી છે. ખર્ચ બાબતે તપાસ સમિતિની રચના કરી દેવામાં આવી છે. જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી પૂર્વે હવે વધુમાં વધુ બે સામાન્ય સભા મળે તેવા સંજોગો છે.
(2:29 PM IST)










