તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
રાજકોટમાં વોર્ડવાઇઝ ડેરી પાર્લર ખોલાશેઃ ડેરી ર ટન ક્ષમતાનો પનીર પ્લાન્ટ સ્થાપશે
જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની સભામાં ગોરધનભાઇની જાહેરાત દહીં અને ઘી ઉત્પાદનની ક્ષમતા વધારવાનું આયોજનઃ જયકિશન ગાબરા

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ની ૬૫મી વાર્ષિક સાધારણ સભા રાજકોટ મુકામે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ અને કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે ઉદધાટન કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંકનાં ચેરમેન અને જેતપુર મતવિસ્તારનાં ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયા, કળષિ અને પશુપાલન વિભાગનાં મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા, જળ સંપતિ વિભાગનાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, સામાજીક ન્યાય વિભાગનાં મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, સહકાર વિભાગનાં મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ઈફકો- ન્યુ અજયભાઈ પટેલ, ઈફકોના એમ.ડી.શ્રી કે.જે.પટેલ, નાબાર્ડના સી.જી.એમ.શ્રી બી.કે.સિંઘલ, સાંસદ સભ્યશ્રી પરસોતમ રૂપાલા, વિનોદભાઈ ચાવડા, કેસરીદેવસિંહ ઝાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ ડિસ્ટ્રી. કો.ラઓપ. બેંકનાં વાઇસ ચેરેમેનશ્રી મગનભાઈ વડાવીયા, મેનેજીંગ ડિરેકટરશ્રી ઘનશ્યામભાઈ ખાટરીયા, રાજકોટ ડેરીનાં પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા વગેરે હાજર રહ્યા હતા.
રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષશ્રી ગોરધનભાઈ ધામેલીયાએ સંઘની ૬૫મી વાર્ષિક સાધારણ સભા સમક્ષ દૂધ સંઘનો અહેવાલ અને હિસાબો રજુ કરતા જણાવેલ હતુ કે સારા વરસાદ અને પશુઓમાં કુદરતી દૂધ વધવાને કારણે સમગ્ર રાજયમાં દૂધ ઉત્પાદન વધેલ છે. રાજકોટ દૂધ સંઘનું દૂધ સંપાદન પણ ગત વર્ષની સરખામણીએ ૧૦.૨૫્રુ વધેલ છે જેથી સંઘે પ્રતિ કિલો ફેટે ઐતિહાસીક રૂા.૬૫/- મિલ્ક ફાઈનલ પાઈઝ માટે રૂા. ૬૪.૨૪ કરોડ દૂધ ઉત્પાદકોને ચુકવેલ છે. સંઘે વર્ષ દરમ્યાન સરેરાશ કિલોકેટનો ભાવ રૂા.૮૭૧/-ચુકવેલ છે. જેમાં ગત વર્ષની સરખામણીએ રૂા.૨૮/ વધુ ચુકવેલ છે. સંઘનો ચોખ્ખો નફો રૂા.૧૩.૧૨ કરોડ થયેલ છે. જેમાંથી સભાસદ મંડળીઓને ૨૦ ટકા લેખે શેર ડિવિડન્ડની રકમ રૂા.૫.૭૦ કરોડ ચુકવવામાં આવશે આમ, દૂધ ઉત્પાદકો અને દૂધ મંડળીઓને સંઘનાં નફામાંથી રૂા.૬૯.૯૪ કરોડ પરત ચુકવશે.
દૂધ સંઘે માર્કેટીંગ વ્યવસ્થા ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરીને દૂધ, દહીં, છાશ,લસ્સી, ઘી, પેંડા અને અન્ય પેદાશોનું વેચાણ વધારવા પ્રયત્નો કરેલ છે. સંઘે ગત વર્ષની સરખામણીએ દહીનાં વેચાણમાં ૨૧ ટકા, છાશનાં વેચાણમાં ૮ટકાનો વધારો થયેલ છે. સંઘે અમૂલ દહી ૮૫૦ ગ્રામ/ ૫ કિલો અને અમૂલ મસ્તી દહીં ૧ કિલો બકેટનું માર્કેટમાં લોન્ચીંગ કરેલ છે. સંઘે ગોપાલ બ્રાન્ડની બધી જ પ્રોડકટ એક જ સ્ટોરમાંથી મળી રહે તે હેતુથી અમુલ પાર્લરની જેમ રાજકોટ ડેરી પાર્લર શરૂ કરેલ છે અને રાજકોટ શહેરમાં વોર્ડ વાઈઝ રાજકોટ ડેરી પાર્લર શરૂ કરવાનું આયોજન છે.
સંઘે ૭૨૭ દૂધ મંડળીઓ સાથે જોડાયેલા ૪૦ હજાર દૂધ ઉત્પાદકોને રૂા.૧૦ લાખનાં ગળપ અકસ્માત વિમા પોલીસી લીધેલ હતી. જેનું ગત વર્ષે સંઘે ૧૦૦ ટકા વિમા પ્રિમીયમ દૂધ ઉત્પાદકો વતી ભરેલ હતી. ગત વર્ષે ૧૨ દૂધ ઉત્પાદકોનું અવસાન થતા તેના વારસદારોને રૂા.૧૨૦ લાખની રકમ વિમા કંપની પાસેથી મંજુર કરાવીને ચુકવેલ હતી. આ વર્ષે પણ રૂા.૧૦ લાખની ગળપ અકસ્માત વિમા પોલીસી ચાલુ રાખવાની જાહેરાત કરેલ હતી. ્ન
ગોરધનભાઇ ધામેલીયાએ કહ્યું કે, દૂધ મંડળીઓ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોની વિશ્વસનીયતા વધે તે માટે રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલ કુલ ૮૨૧ દૂધ મંડળીઓના ૬૦૫૯૦ દૂધ ઉત્પાદકોનાં બેંક ખાતામાં અંતિમ દૂધ ભાવની રકમ રૂા. ૬૪.૨૪ કરોડ ડાયરેકટ જમા કરાવેલ છે. સૌરાષ્ટ્રમાં દૂધ ઉત્પાદકોનાં બેંક ખાતામાં અંતિમ દૂધ ભાવની રકમ ડાયરેકટ જમા કરવાની પહેલ કરતો પ્રથમ દૂધ સંઘ છે.
દૂધ સંઘનાં ઈન્ચાર્જ મેનેજીંગ ડીરેક્ટરશ્રી જયકિશન ગાબરાએ જણાવેલ હતુ કે સંઘના દૂધ સંપાદનમાં આગામી વર્ષમાં વધારો થાય તે માટે દૂધ મંડળી અને દૂધ ઉત્પાદક કક્ષાએ વ્યવસ્થિત આયોજન કરવામાં આવશે જે માટે દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદકતા વધા૨વા, દૂધ ઉત્પાદકો નવા પશુઓની ખરીદી કરે તે માટે પોત્સાહન આપવા અને દૂધ મંડળી સિવાય અન્ય જગ્યાએ દૂધ ભરતા ગ્રાહકો દૂધ મંડળીમાં ભરાવે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. દૂધ અને દૂધની બનાવટોનાં વેચાણમાંથી નફો મેળવીને દૂધ ઉત્પાદકોને દૂધના પોષણક્ષમ ભાવ મળે તે માટે દૂધ અને દૂધની બનાવટોનું વંચાણ વધારવા આયોજન કરવામાં આવશે જે માટે ૩૦૦૦ થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં નવી એજન્સીઓ મારફતે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ શરૂ કરવામાં આવશે. ગુજરાત રાજય સરકારની સહાયથી પ્રતિ દિન ૨ ટન કેપેસીટીનો પનીર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે તેમજ દહીં ઉત્પાદન કેપૈસીટી ૩૦ ટન પ્રતિ દિવસ અને ઘી ઉત્પાદન કેપેસીટી ૧૪ ટન પ્રતિ દિવસ કરવાનું આયોજન છે. જે રાજય સરકારશ્રીનાં પશુપાલન વિભાગની સહાય યોજના હેઠળ સ્થાપવામાં આવશે જેની મંજુરીની પ્રક્રિયા હાલ ચાલુ છે. સંઘનું નિયામક મંડળ દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોનાં આર્થિક હિતને ધ્યાનમાં રાખીને ભાવી આયોજનો ગોઠવશે જેથી દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ દૂધના ભાવો આપી શકાય.
(2:28 PM IST)










