તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
વૃધ્ધ કરમશીભાઇ બાલાને ત્રણ દિકરાઓએ પાઇપથી માર માર્યો
ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરૂપતી સોસાયટીમાં બનાવ : પત્નિને દિકરીઓ બાબતે સમજાવતાં પુત્રોએ ઉપરાણું લીધું

રાજકોટ તા. ૨૩: કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરૂપતી સોસાયટીમાં રહેતાં કરમશીભાઇ બચુભાઇ બાલા (ઉ.વ.૮૧) નામના વૃધ્ધને સાંજે તેના દિકરાઓ કલપેશ, બુધા અને કાનજીએ લોખંડના પાઇપ અને ઢીકાપાટુથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
કરમશીભાઇ ના કહેવા મુજબ તે છુટક મજૂરી કરે છે. પોતે દિકરીઓ બાબતે પત્નિ જશુબેનને સમજાવતો હોઇ આ બાબતે દિકરાઓએ વચ્ચે પડી ઉપરાણું લઇ મારકુટ કરી લીધાનું વૃધ્ધે જણાવતાં પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
(3:48 PM IST)










