<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

‘‘અબતક સુરભી મિર્ચી રોક એન્‍ડ ઢોલ'' રાસોત્‍સવ આજે સાંજ પડતાં ની સાથે થશે સૂર્યોદય

ગ્રાન્‍ડ ઓપનિંગમાં લેસર શો અને ફાયર શો થકી ખેલૈયાઓના મન મોહી લેશેઃ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્‍ટેડિયમમાં પ્રથમવાર રમાશે ગરબા રમઝટ જીલ એન્‍ટરટેનમેન્‍ટના સથવારે મ્રિદુલ ઘોષ અને માર્ગી પટેલના સુરીલા સ્‍વરો સાથે મન મૂકીને ખેલૈયાઓ ડોલશે સિલ્‍વર પંપના ધરમશીભાઈ બેડીયાના હસ્‍તે દીપ પ્રાગટ્‍યઃ સામાજિક ન્‍યાય અને મહિલા, બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા ઉપસ્‍થિત રહેશે

રાજકોટ : નવરાત્રીના ઉત્‍સાહને રંગીન અને યાદગાર બનાવતા ‘‘અબતક સુરભી મિર્ચી રોક એન્‍ડ ઢોલ રાસોત્‍સવ''માં આજે સાંજે ભવ્‍ય ગ્રાન્‍ડ ઓપનિંગ સાથે માધવરાવ સિંધિયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્‍ટેડિયમમાં શરૂ થશે. આ વર્ષ, અબતક સુરભી ટીમે વિવિધ નવો આયોજનો અને આધુનિક તકનીકો સાથે મહોત્‍સવને નવા સ્‍તરે લઇ જવાનું આયોજન કર્યું છે. વિશાળ મેદાન, ઉન્નત હાઇ-ફાઇ સાઉન્‍ડ સિસ્‍ટમ, ફલડ લાઇટિંગ અને લેસર શો સાથે ગરબાનું પ્રદર્શન ખેલૈયાઓ અને દર્શકો માટે અદ્ભુત અનુભવ બનશે.

આ વર્ષે મહોત્‍સવમાં પરંપરા અને આધુનિકતાનું અનોખું મિશ્રણ જોવા મળશે. પ્રથમ વખત જ ઇન્‍ટરનેશનલ ક્રિકેટ સ્‍ટેડિયમ માધવરાવ સિંધિયાના ગાલીચા જેવા ગ્રાઉન્‍ડમાં કરવામાં આવ્‍યું છે, જેથી ખેલૈયાઓને આરામદાયક અને સુરક્ષિત ગરબા રમવાની તક મળે. આ ઉપરાંત, પાર્કિંગની સુવિધા, શુદ્ધ પાણી, આરામદાયક બેઠક વ્‍યવસ્‍થા અને સંપૂર્ણ સુરક્ષા વ્‍યવસ્‍થા સાથે દરેક દર્શક અને ખેલૈયા માટે મહોત્‍સવને નિર્ભય અને આનંદમય બનાવવામાં આવ્‍યું છે.

પ્રારંભે, સિલ્‍વર પંપના ઓનર ધરમશીભાઈ બેડીયા દ્વારા દીપ પ્રગટ્‍ય સાથે કાર્યક્રમ શરૂ થશે. તેમજ સામાજિક ન્‍યાય અને મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા પણ ઉપસ્‍થિત રહેશે આ ભવ્‍ય પળ પર એવું લાગશે કે સાંજ પડતાની સાથે જ સૂર્યોદય થયો હોય  ખેલૈયાઓ અને દર્શકો બંને માટે દ્રષ્ટિમાં અનોખો અનુભવ રહેશે. આ લેસર શોમાં રંગબેરંગી લાઇટ અને આધુનિક  ટેક્રોલોજી સાથે સંગીત અને ગરબા એકસાથે દેખાશે, જે સમગ્ર સ્‍ટેડિયમને એક ઉત્‍સાહી, પ્રેરણાદાયક માહોલમાં ફેરવી દેશે.

જીલ એન્‍ટરટેનમેન્‍ટના સથવારે સ્‍ટેજ પર પ્રખ્‍યાત કલાકાર મ્રિદુલ ઘોષ અને માર્ગી પટેલના સુરીલા સ્‍વરો ગુંજી ઉઠશે ગીતોમાં પરંપરાગત છલડા, ડાકલા અને ભક્‍તિગીતો સાથે આધુનિક ગરબા પણ સમાવિષ્ટ થશે જે નવા પેઢી માટે આ મહોત્‍સવને આકર્ષક બનાવે છે.

ખેલૈયાઓ અને દર્શકો માટે સંપૂર્ણ વ્‍યવસ્‍થિત અનુભવ પ્રદાન કરે છે. આયોજક ટીમે મેદાન, પરિસર અને સ્‍ટેજ પર આરામદાયક અને સુરક્ષિત પરિસ્‍થિતિને સુનિヘતિ કરવા માટે મહેનત કરી છે. તમામ પ્રવેશદ્વારો પર સુરક્ષા કર્મચારીઓ રાખવામાં આવ્‍યા છે, પાન-માવા-ફાંકી પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે, જેથી ખેલૈયાઓને એક નિર્ભય અને સુરક્ષિત માહોલ મળે. આ મહોત્‍સવમાં સામેલ લોકો માટે આરોગ્‍ય અને સલામતીની ખાસ વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે, જેથી પરિવાર સાથે આવતા લોકો ભયમુક્‍ત રીતે ગરબા રમતા આનંદ માણી શકે.

આ કાર્યક્રમમાં ગરબા રમતા ખેલૈયાઓ માત્ર તાજેતરની પરંપરા જ નહીં, પરંતુ આધુનિક સંગીત અને ફલડ લાઇટિંગ સાથેનો અનુભવ પણ માણશે. મહોત્‍સવ દરમિયાન સમગ્ર સ્‍ટેડિયમમાં લેસર શો અને ફાયર શો ખેલૈયાઓ અને દર્શકો માટે રંગીન અને ઉત્‍સાહભર્યું માહોલ સર્જાશે  અબતક સુરભી મિર્ચી રોક એન્‍ડ ઢોલ રાસોત્‍સવ શહેરના સૌથી મોટી, સુવિધાસભર અને લોકપ્રિય મહોત્‍સવોમાંનું એક બની ગયું છે. દરેક ઉંમરના લોકો, ખાસ કરીને દીકરીઓ અને યુવાઓ સુરક્ષિત રીતે ગરબા રમવા માટે આ મહોત્‍સવ પસંદ કરે છે.

દરેક સુવિધા, સુરક્ષા વ્‍યવસ્‍થા અને આધુનિક તંત્રસાધનો ખેલૈયાઓ અને દર્શકો માટે સંપૂર્ણ અનુભવ સુનિヘતિ કરે છે. આજે સાંજથી શરૂ થતી આ ગરબા મહોત્‍સવની ધૂમ રંગીન લેસર શો, ગાયિકા મ્રિદુલ ઘોષ અને માર્ગી પટેલના સુરીલા સ્‍વરો, વિશાળ મેદાન અને ઉત્તમ સંગીત સાથે વધુ યાદગાર બની જશે.

(4:05 PM IST)