News of Saturday, 20th September 2025
દેશી પિસ્તોલ સાથે એસઓજીએ પોપટપરાના મુસ્તાક માલાણીને બેડી ચોકડી પાસેથી પકડ્યો: સોલંકી જાડેજા પીએસઆઇ ધ્રાંગુ અને ટીમની કાર્યવાહી: એએસઆઈ ફિરોઝભાઈ અને કોન્સ્ટેબલ હાર્દિકસિંહની બાતમી

રાજકોટઃ શહેર વધુ એક વખત ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સને ઝડપી લીધો છે પોપટપરા વિસ્તારમાં રહેતા શખ્સ પાસે પિસ્તોલ જેવું હથિયાર હોવાની બાતમી મળતા તેને સકંજામાં લઈ તલાસી લેતા દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી.
શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને આગામી નવરાત્રી તહેવાર આવી રહ્યો હોય ઝંકાસ્પદ શખ્સોને ચકાસવા તેમજ કોઈ ગેરકાયદે હથિયાર રાખતું હોય તો કાર્યવાહી કરવા સૂચના મળી હોય તે અંતર્ગત શહેર એસોજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ. ફિરોઝભાઈ રાઠોડ તથા પો.કોન્સ. હાર્દિકસિંહ પરમારની સંયુકત બાતમી આધારે બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ જતા રોડ ઉપર કામધેનું ગૌશાળાની સામે જાહેર રોડ ઉપરથી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્ટલ તથા જીવતા કાર્ટીસ સાથે મુસ્તાક અયુબભાઈ માલાણી (ઉ.વ.૩૨ ધંધો-મજુરીકામ રહે- પોપટપરા મિયાણાવાસ ૧૫/૧૬નો ખુણો પ્રકાશ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં)ને પકડી લીધો છે. તેની પાસેથી પિસ્તોલ, કારટીસ, એક્ટિવા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
શહેરના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશનર ક્રાઈમ ભરત બી. બસીયાએ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ રાખી ગેરકાયદેસર હથીયાર ધરાવતા શખ્સે વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપી હોઈ જે અન્વયે કામગીરી થઈ છે. 66 અગાઉ ડીસીબી અને કુવાડવા પોલીસમાં દારૂ પિયર કાયદે હથિયાર માં રૂપાવટી ચાર ગુનામાં પકડાય ચૂક્યો છે તે આ હથિયાર કોની પાસેથી લઈ આવ્યો તેની તપાસ કરવા રિમાન્ડની તજવીજ કરવામાં આવશે.
આ કામગીરી પોલીસ ઈન્સપેક્ટર એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ. વી.વી.ધ્રાંગુ તથા એ.એસ.આઈ. ઇન્દ્રસિંહ જાડેજા તથા ફિરોજભાઈ રાઠોડ તથા પો.હેડ કોન્સ. મૌલિકભાઈ સાવલીયા તથા દિગ્વિજયસિંહ ગોહીલ તથા તથા પો.કોન્સ. હાર્દિકસિંહ પરમાર તથા યોગેન્દ્રસિંહ ઝાલાએ કરી છે.
(9:47 PM IST)










