તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th September 2025
‘અકિલા રઘુવંશી બીટસ' નવરાત્રિ મહોત્સવમાં ખૈલેયાઓ થીરકવા સજ્જ
સોમવારથી નવરાત્રિમાં રાજકોટના તમામ માર્ગો સાધુ વાસવાણી રોડ તરફઃ કાલે વેલકમ નવરાત્રિનું આયોજનઃ સીઝન પાસ લેનારને પાસ ફ્રી આપાશેઃ સ્થળ પરથી ડેઈલી પાસ વિતરણની વ્યવસ્થા

રાજકોટઃ સતત દસમાં વર્ષે રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે ‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ-૨૦૨૫'નું સાધુ વાસવાણી રોડ ખાતે આયોજન કરાયુ છે. રેડીયો પાર્ટનર તરીકે ૯૨.૭ બીગએફએમ રાજકોટ જોડાયા છે. સીઝન પાસ લેનારને વેલકમ નવરાત્રિનો પાસ તદ્દન ફ્રી આપવામાં આવશે.
આયોજનની વિશેષ માહિતી આપતાં શ્રી રઘુકુળ યુવા ગ્રુપના આયોજકો મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ નથવાણી, પારસભાઈ ઉનડકટ, નૈનેશભાઈ દાવડા, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઈ રૂપારેલીયા, વિવેકભાઈ રૂપારેલીયા, સાગરભાઈ કકકડ, હાર્દિકભાઈ ચોલેરા, માલવભાઈ વસાણી, પ્રતિકભાઈ ખખ્ખર તથા સાથી ટીમ જણાવે છે કે આ ભવ્ય મહોત્સવમાં હજારો ખેલૈયાઓની ઉપસ્થિતિમાં, સંપૂર્ણપણે પારિવારીક, ગરીમાપૂર્ણ, મર્યાદાયુક્ત વાતાવરણમાં યોજાશે.
રાજકોટ શહેરમાં નવરાત્રી મહોત્સવનું અલગ અંદાજથી ભવ્યાતીભવ્ય અદભૂત આયોજન કરવામાં આવે છે જગત જનનીમાં જગદંબાની આરાધના કરવા રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી રાસોત્સવનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સાધુવાસવાણી રોડ ઉપર, રાજપેલેસની સામે આવેલ વિશાળ ગ્રાઉન્ડમાં ખૈલેયાઓ માટે આધુનીક સાઉન્ડ સીસ્ટમના સથવારે ખ્યાતનામ સીગરોના સુરીલા સ્વરો સાથે માતાજીની આરાધના કરાશે અને પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલશે.
આયોજન દરમ્યાન સુસજજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા સહિતની સેવાઓ ખૈલેયાઓને પુરી પાડવામાં આવશે.
નવરાત્રી મહોત્સવમાં રાસોત્સવની સાથે ભક્તિનો સમન્વય એટલે ‘‘અકિલા રઘુવંશી બીટસ - ૨૦૨૫'' અર્વાચીન રાસોત્સવ ક્ષેત્રે નામ સતત ગુંજતુ કર્યું છે. સંસ્કારી સુરક્ષીત અને ભક્તિસભર વાતાવરણ વચ્ચે ખૈલેયાઓ સમગ્ર પારીવારીક વાતાવરણ વચ્ચે મન મુકી નવરાત્રી મહોત્સવને માણી શકે તે માટે દર વર્ષે કંઇક નવું કરવાની પરંપરા એ ‘‘અકિલા રઘુવંશી બીટસ - ૨૦૨૫'' ની આગવી ઓળખ છે.
આયોજકોએ જણાવ્યુ હતુ કે અર્વાચીન રાસોત્સવની સાથોસાથ આપણા પ્રાચીન સંસ્કારો, પ્રાચીન ગરબાઓ, માતાજીના પૂજન અર્ચન માટે ‘‘અકિલા રઘુવંશી બીટસ-૨૦૨૫'' ના પ્રારંભ થી જ રાસોત્સવના ગ્રાઉન્ડ પર ખૈલેયાઓ માટે મા જગદંબાનું મંદિર બનાવાય છે. સમ્રગ નવરાત્રી મહોત્સવને ધર્મ સાથે જોડીને મહાઆરતી જેવા કાર્યક્રમો થકી નવરાત્રીની ઉજવણી કરાય છે. જેમાં દરરોજ પૂજન આરતી બાદ જ રાસોત્સવનો પ્રારંભ કરાય છે. ખેલૈયાઓ માટે ટ્રેડીશ્નલ પારંપારીક વસ્રો તેમજ ટાઇટ સીકયોરીટીનું આયોજન અમૂલી બનવાય છે.
‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ-૨૦૨૫ૅ વિશેષ માહિતી માટે મો.૯૫૭૪૩ ૩૯૩૩૯, મો.૮૭૫૮૫ ૮૫૮૪૮, મો.૯૩૨૭૭ ૦૬૭૦૭ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયુ છે
(3:43 PM IST)










