તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th September 2025
રાજકોટ જીલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વિવાદઃ જસદણમાં હોબાળો
રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રજીસ્ટ્રેશન રદ થયાનો મેસેજ આવતા આક્રોશ

રાજકોટ, રાજકોટના ખેડૂતોની મુશ્કેલીમાં ફરી વધારો થયો હોય તેવું લાગી રહ્નાં છે. ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયાનું મુખ્ય કારણ હોય તેવું લાગી રહ્નાં છે. સેટેલાઈટના આધારે ચકાસણી કરવામાં આવતા અનેક ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયું છે. રાજકોટ તાલુકાના કણકોટ, રામનગર સહિતના ગામડાઓમાં ખેડૂતો ખેતરોમાં ભેગા થયા હતા.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં મગફળીની ખરીદીમાં ફરી વિવાદ સામે આવ્યો છે. રાજકોટના જસદણમાં ખેડૂતોને રજિસ્ટ્રેશન રદ થયાના મેસેજ આવતા હોબાળો મચી જવા પામ્યો છે. ખેડૂતોઍ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રજિસ્ટ્રેશન રદ થવાનો મેસેજ આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. મળતી માહિતી અનુસાર રાજકોટના જસદણમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોઍ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
ત્યારબાદ રજિસ્ટ્રેશન રદ થવાનો મેસેજ આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. સેટેલાઈટ ઈમેજમાં ખેડૂતોના સરવે નંબરમાં મગફળીનું વાવેતર નહીં હોવાનો મેસેજ આવ્યો છે. ખેડૂતોને ઍવું પણ કહેવામાં આવ્યું છે કે, આ બાબતે જો કોઈ વાંધો હોય તો વાંધા અરજી ત્રણ દિવસમાં તમારા વિસ્તારના ગ્રામ સેવકને રજૂ કરશો.
(4:17 PM IST)










