તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th September 2025
નવનાત વણિક સમાજ દ્વારા રવિવારે રાજકોટમાં બાયોડેટા એકત્રિકરણ કેમ્પ

રાજકોટ તા. ૧૮ : નવનાત વણિક સમાજ દ્વારા નવતર પ્રયોગરૂપે દેશ વિદેશમાં વસતા વણિક ભાઇ બહેનોના વેવિશાળના પ્રશ્નો હલ કરવા બાયોડેટા એકત્રિકરણ શરૂ કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે એક બાયોડેટા કેમ્પ તા. ૨૧ના રવિવારે રાજકોટ ખાતે પણ આયોજીત કરાયો છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નવનાત વણિક સમાજના આગેવાનોએ જણાવ્યુ હતુ કે બાયોડેટા સંગ્રહીત કરવાનો પ્રારંભ ભાવનગર ખાતેથી કરાયા બાદ હવે તા. ૨૧ ના રવિવારે સવારે ૧૦ થી ર વાગ્યા સુધી એટલાન્ટીક હિલ્સ ૮૦ ફુટ રોડ, રૈયા ધાર રોડ, રાજકોટ ખાતે બાયોડેટા કેમ્પ યોજાયેલ.
નવનાત વણિક સમાજના રાષ્ટ્રીય પ્રમુખ પ્રશાંતભાઇ શાહ સાથે દરેક પ્રમુખ કમીટી તથા સમાજના સહયોગ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર રાજયો અને ૨૧ જિલ્લમાં વેવિશાળ સંગ્રહાલયની શરૂઆત કરાયા બાદ પ્રથમ સંગ્રહાલય ભાગનગર ખાતે શરૂ કરાયુ હતુ. હવે તા. ૨૧ ના રાજકોટ ખાતે કેમ્પ થશે.
બાયોડેટા વોટસએપ દ્વારા અથવા કલર પ્રિન્ટ કોપી કરીને આપી શકાશે. વાર્ષિક લવાજમ ભરીને રજીસ્ટ્રેશન કરવાવાનું રહેશે.
નવનાત વણિક સમાજના રાજકોટમાં વસતા તમામ વણિક બંધુ, સગા સંબંધી કેમ્પની મુલાકાત લઇ શકશે. કુંવારા, ડાયોર્સી, વિધુરના બાયોડેટા રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કરાયો છે. નવનાત વણિકમાં આવતા તમામ ફિરકાઓ મહાજન, દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપંથી, વૈષ્ણવ, ભાવસાર, કંદોઇ, ઝારેખા, ખડાયત, સોરઠીયા, મોઢ, પાંચા, ત્રંબોળ, સોની, કપોળ, પદ્મ જૈન, મહેસાણા બત્રીસી સમાજના ઉમેદવારો ભાગ લઇ શકશે.
વધુ માહીતી માટે પ્રશાંતભાઇ શાહ (મો.૯૮૯૮૭ ૫૨૭૬૦ અથવા મો.૯૪૨૭૬ ૭૪૮૪૮)નો સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા નવનાત વણિક સમાજ કમીટી રાષ્ટ્રીય પ્રમુખ પ્રશાંતભાઇ શાહ અને સભ્યો યોગેશભાઇ બાવીસી, સ્વીટીબેન મહેતા, જલ્પાબેન ધ્રુવ, વિરેનભાઇ મહેતા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:48 PM IST)










