તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
લોકપ્રિય વિશ્વનેતા નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા મેયર સહિતના પદાધિકારીઓ
વડાપ્રધાને ‘મેક ઈન ઇન્ડિયા', આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ, ડીજીટલ ઇન્ડિયા વગેરે ઝુંબેશ મારફત સુશાસનના ૧૧ વર્ષ દરમ્યાન સૌને વિકાસ યાત્રામાં હોંશભેર સામેલ કર્યા

રાજકોટ, તા. ૧૭ઃ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા ગુજરાતના પનોતા પુત્ર, ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫-મા જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે અને જણાવે છે કે, વર્ષ ૨૦૧૪થી સતત ત્રીજી વખત દેશનું સફળતાપૂર્વક સુકાન સંભાળી રહેલા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના પોતાના શાસનકાળમાં રાજ્યને પ્રગતિના પંથ પર લઈ જઈ, ‘વિકાસ મોડેલ’ તરીકે આગળ ધપાવ્યા બાદ ભારત દેશને પણ વિકાસનો નવો રાહ ચીંધ્યો છે. સરકાર દ્વારા ‘મેક ઈન ઇન્ડિયા’, આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ વગેરે ઝુંબેશ મારફત સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ, સંકલ્પથી સિધ્ધિ-સેવા અને સુશાસનના ૧૧ વર્ષ દરમ્યાન સૌ દેશવાસીઓને આ વિકાસ યાત્રામાં હોંશભેર સામેલ કર્યા છે. ભારતનો જી.ડી.પી. દર ૭.૪ ટકા છે જે દુનિયામાં ઝડપથી વિકાસ પામતા તમામ અર્થતંત્રોમાં સૌથી વધુ છે. મનપાના પદાધિકારીઓઍ અંતમાંં જણાવ્યુ હતુ કે, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારત દેશને વર્ષ ૨૦૪૭માં ‘વિકસિત ભારત’ બનાવવા તેમના નેતૃત્વનું મહત્વનું યોગદાન મળી રહે તેવી શુભકામના સાથે તેમના જન્મ દિવસની શુભેચ્છા પાઠવે છે અને ઈશ્વર તેમને દીર્ઘાયુ બક્ષે તેવી પ્રાર્થના કરે છે.(
(4:10 PM IST)










