તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
નરેન્દ્ર મોદીજીનું જીવન કોઇ જીવનચરિત્ર નહિં પણ પ્રેરણાનું પુસ્તક : શૌર્ય કાંકરેચા
પીએમ મોદીના નાનાકડા પ્રશંસકે કાલી ઘેલી ભાષામાં વિડીયો થકી જન્મદિવસની શુભેચ્છા પાઠવી

રાજકોટ, તા., ૧૭ : આજે નરેન્દ્રભાઇના ૭પ માં જન્મદિવસની સેવા પ્રકલ્પો થકી દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના નાનકડા પ્રતિભાશાળી શૌર્ય કાંકરેચાએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે એક વિશેષ વિડીયો તૈયાર કર્યો છે.
શૌર્યએ સામાન્ય જીવનચરિત્રથી અલગ, પોતાના ભાષણમાં મોદીજી પાસેથી આપણને મળતી પ્રેરણા પર ભાર મૂકયો છે. આ નાનકડા વક્તાના શબ્દોમાં દેશપ્રેમ, સંકલ્પ અને સેવા ભાવના સ્પષ્ટ જોવા મળે છે.
શૌર્યએ પોતાના વિચારો દ્વારા એ સંદેશ આપ્યો કે મોદીજીનું જીવન એક પ્રેરણાનું પુસ્તક છે, જેમાંથી દરેક પાન આપણને મહેનત, ત્યાગ અને દેશપ્રેમ શીખવે છે. વીડીયોમાં શૌર્યનું વકતવ્ય માણવા જેવું છે.
શૌર્યએ વીડીયોમાં જણાવેલ કે, ‘આજે જ્યારે આપણે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ, ત્યારે એક પ્રશ્ન મનમાં ઊભો થાય છે. શું મોદીજી માત્ર એક રાજકીય નેતા છે? ના!
મોદીજી તો એક જીવંત પ્રેરણા છે, જે આપણને બતાવે છે કે સામાન્ય માણસ પણ અસાધારણ સફર કરી શકે છે.
ચા વેચનાર બાળકથી લઈને વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતા સુધીની મુસાફરી એ યાદ અપાવે છે કે સંજોગો નહિ, પરંતુ સંકલ્પ આપણું ભવિષ્ય લખે છે.
મોદીજીનો દિવસ સવારે ૪ વાગ્યાથી શરૂ થાય છે અને રાત સુધી દેશ માટે સમર્પિત રહે છે.
આ આપણને શીખવે છે કે સમય એ સૌથી મોટું મૂડી છ - અને તેનો દરેક ક્ષણ રાષ્ટ્રહિતમાં ખર્ચવો જોઈએ.
‘મોદીજી માત્ર વર્તમાન વિશે નથી વિચરતા, તેઓ આગામી પેઢી માટે સપના જુએ છે.
સ્વચ્છ ભારત, ડિજિટલ ઈન્ડિયા, આત્મનિર્ભર ભારત ラ એ માત્ર યોજનાઓ નથી, પરંતુ ભવિષ્યનું નકશો છે. વિશ્વની દરેક મંચ પર તેઓ પહેલા કહે છે India First. આ આપણને યાદ અપાવે છે કે વ્યક્તિગત લાભથી ઉપર રાષ્ટ્રહિત છે.
મોદીજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ સામાન્ય બાબતોને અસામાન્ય બનાવે છે. સ્વચ્છતા જેવી સાદી બાબતને તેમણે રાષ્ટ્રીય આંદોલનમાં બદલી નાખી. આ આપણને શીખવે છે કે નાના પ્રયત્નોથી પણ મોટી ક્રાંતિ સર્જી શકાય.
‘મિત્રો, નરેન્દ્ર મોદીજીનું જીવન કોઈ જીવનચરિત્ર નથી, એ તો પ્રેરણાનું ખુલ્લું પુસ્તક છે. જે પાનું ખોલો, ત્યાં સંકલ્પ છે, મહેનત છે, ત્યાગ છે અને દેશપ્રેમ છે.
આજે તેમના જન્મદિવસે, આપણે સૌ માત્ર શુભેચ્છા જ ન પાઠવીએ, પણ એક સંકલ્પ લઈએ- કે આપણે પણ આપણા ક્ષેત્રમાં એવો પ્રયત્ન કરીશું કે આવતી પેઢી આપણને જોઈને પ્રેરણા લે.
શૌર્યને વિડીયો તૈયાર કરવા બદલ તેના પિતા મહેશભાઇ કાંકરેચા (મો.૯૪ર૬૪પ૭૦૭૯) ઉપર શુભેચ્છા મળી રહી છે.
(4:08 PM IST)










