<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

રાજકોટ નગર શિક્ષણ સમિતિની શાળા નંબર-૮૫ને ‘‘સક્ષમ શાળાએ વોર્ડ'' એનાયત

 

રાજકોટઃ સ્‍ટેટ પ્રોજેક્‍ટ ગાંધીનગર દ્વારા રાજકોટની શાળાઓનો બેઝલાઇન સર્વે કરવામાં આવ્‍યો હતો. આ સર્વે અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ સંચાલિત શ્રી પ્રાણનાથજી પ્રાથમિક શાળા નં. ૮૫ ને રાજકોટ જિલ્‍લામાં શહેર પ્રથમ ક્રમાંક તેમજ તાલુકા સ્‍તરે પ્રથમ ક્રમાંક મેળવેલ છે.

આ એવોર્ડ શાળાને જીલ્‍લા વહીવટી તંત્ર અને સમગ્ર શિક્ષા દ્વારા શાળાની ઓવર ઓલ કેટગરીમાં સક્ષમ શાળા એવોર્ડ જીલ્‍લા વિકાસ અધિકારી  તેમજ જીલ્‍લા શિક્ષણાધિકારી -રાજકોટનાં હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યો છે. એવોર્ડ રૂપે શાળાને જિલ્‍લા સ્‍તરે રૂ.૩૧,૦૦૦ તથા તાલુકા સ્‍તરે રૂ.૧૧,૦૦૦ના રોકડ પુરસ્‍કાર તેમજ શિલ્‍ડ અને પ્રમાણપત્ર આપી શાળાના આચાર્ય હિતેશકુમાર રાઠોડને સન્‍માનિત કરેલ. સી.આર.સી. કોર્ડીનેટર પિયુષભાઇ પરમારના માર્ગદર્શનથી શાળા સતત પ્રગતી કરી રહી છે.

આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા ગુણોત્‍સવમાં પણ પ્રાણનાથજી પ્રાથમિક શાળા નંબર ૮૫ એ ગ્રેડ ધરાવે છે. શાળામાં વાર્ષિક ઉત્‍સવની ઉજવણી ધામધૂમપૂર્વક ઉજવામાં આવે છે.શાળાનાં આચાર્ય હિતેશભાઈ રાઠોડ  સી.પી.એફ઼.ના નોડલ ઓફિસર તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. શાળાની આ સિદ્ધિથી સમગ્ર શિક્ષા પરિવાર તથા એસ.એમ.સી.દ્વારા  અભિનંદન પાઠવેલ છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શાળા નં.૮૫ના પિયુષભાઇ પરમાર, હિતેષભાઇ રાઠોડ, આચાર્ય, અનિલાબેન કલોલા, શિક્ષક, ઉર્જા ઝાલા, ખુશ્‍બુ યાદવ નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(4:13 PM IST)