<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

રામાનંદી રાસોત્‍સવઃ સમસ્‍ત રામાનંદી સાધુ સમાજના ૪ થી ૫ હજાર ખેલૈયાઓ રાસે રમશેઃ વિનામૂલ્‍યે આયોજન

રવિવારે યોજાશે રાસોત્‍સવઃ પ્રિન્‍સ, પ્રિન્‍સેસ સહિતના ઈનામો, બાળકો માટે વેલડ્રેસ, બહેનો માટે ગરબા ડેકોરેશન સ્‍પર્ધા

રાજકોટઃ શ્રી સમસ્‍ત રામાનંદી યુવા મંડળ, રાજકોટ મુખ્‍ય સંસ્‍થા દ્વારા સતત ૧૪માં વર્ષે રામાનંદી સાધુ સમાજના ભાઈઓ-બહેનો માટે દાંડીયા રાસ ‘રામાનંદી રાસોત્‍સવ' અને જ્ઞાતિ ભોજનનું વિનામૂલ્‍યે આયોજન તા.૨૧, રવિવારના રોજ સાંજે ૭ વાગ્‍યાથી રાધે નવરાત્રી મહોત્‍સવ ગ્રાઉન્‍ડ, નાના મવા મેઈન રોડ, પ્રતિલોક પાર્ટી પ્‍લોટની સામે રાજકોટ ખાતે કરવામાં આવ્‍યું છે.

રામાનંદી સમાજના ખેલૈયાઓને ઈનામો આપવામાં આવશે. પ્રિન્‍સ, પ્રિન્‍સેસ જેમાં મોટા અને બાળકોમાં વેલડ્રેસ સહિતના અનેક ઈનામોની વણઝાર કરવામાં આવશે. બહેનો માટે ખાસ ગરબા ડેકોરેશનની સ્‍પર્ધા અને ભાઈઓ માટે દાંડીયા ડેકોરેશનની સ્‍પર્ધા પણ રાખવામાં આવી છે.

૪ હજારથી વધુ જ્ઞાતિજનોનું રજીસ્‍ટ્રેશન થઈ ચુક્‍યું છે અને હજુ પણ ફ્રી પાસ માટે રજીસ્‍ટ્રેશન ચાલુ છે. જ્ઞાતિજનોએ મો.૭૦૭૦૪૯૯૨૯૯ ઉપર ફક્‍ત ‘સીતારામ' લખીને વોટસએપ કરવો. ફ્રી રજીસ્‍ટ્રેશન થઈ જશે. વધુ વિગત માટે મુખ્‍ય કાર્યાલય રામાનંદ ભવન, બાબરીયા કોલોની ખાતે સંપર્ક કરવો.

એક લાખ મેગા વોટની સાઉન્‍ડ સીસ્‍ટમ અને અષાઢી ગાયક ઉમેદ ગઢવી માતાજીની આરધના સાથે ખેલૈયાઓને ઝુમાવશે. સાથે ઝંખના રામાનંદી, જાગૃતિ કુબાવત વગેરે સમાજના ગાયકો પણ જોડાશે. આ રાસોત્‍સવમાં એન્‍ટ્રી માટે દરેક મેમ્‍બરોએ આધાર કાર્ડ રાખવું ફરજિયાત છે.

આ રામાનંદી રાસોત્‍સવને સફળ બનાવવા માટે શ્રી સમસ્‍ત રામાનંદી સાધુ સમાજ ટ્રસ્‍ટ, રાજકોટના કાર્યકારી પ્રમુખ નિખીલભાઇ નિમાવત, શ્રી સમસ્‍ત રામાનંદી યુવા મંડળ, રાજકોટના પ્રમુખ કલ્‍પેશભાઈ પુર્ણવૈરાગી, રવિભાઈ નિમાવત, દિલીપભાઈ અગ્રાવત, હિતેષભાઈ નિમાવત, જગદીશભાઈ અગ્રાવત, જીતુભાઈ અગ્રાવત, ધર્મેશ રામાવત, અમિત દેવમુરારી, કેતન લશ્‍કરી, સુધીર નિમાવત, પ્રિનસ પૂર્ણવૈરાગી, અભિષેક અગ્રાવત, યોગેશભાઈ અગ્રાવત, વિનય વિષ્‍ણુસ્‍વામી, જીતેન્‍દ્રભાઈ વિષ્‍ણુસ્‍વામી, નૈતિક અગ્રાવત, કપિલભાઈ અગ્રાવત, અંકિત કુબાવત, મિલન કુબાવત, જયુ અગ્રાવત, કિરીટભાઈ નિમાવત, પિયુષભાઈ સ્‍નિમાવત, નિકુંજભાઈ નિમાવત, ધવલ પુર્ણવૈરાગી, હિરેન આચાર્ય, હિરેન ટીલાવત, હિરેન અગ્રાવત, આશિષભાઈ પુર્ણવૈરાગી, દેવ નિમાવત, મયુર ભડીંગજી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(મો.૯૯૭૪૧ ૮૮૮૫૮) (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(3:49 PM IST)