તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
સુતેલા વૃધ્ધાના શરીર પરથી સાપ પસાર થતાં ડરી ગયાઃ હૃદય બેસી જતાં મોત!
મેટોડાના ખીરસરામાં બનાવઃ ૬૦ વર્ષના અમીનાબેન પીરજાદાને બેભાન હાલતમાં રાજકોટ હોસ્પિટલે ખસેડાયા પરંતુ દમ તોડી દીધોઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૭: મેટોડાના ખિરસરા ગામે રહેતાં વૃધ્ધા સાંજે ઘરમાં સુતા હતાં ત્યારે શરીર પરથી સાપ પસાર થતાં તેઓ ગભરાઇ જતાં હૃદય બેસી જવાથી મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. જાણવા મળ્યા મુજબ ખીરસરા રહેતાં અમીનાબેન ઉમરભાઇ પીરજાદા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધા સાંજે ચારેક વાગ્યે ઘરમાં ઉંઘી રહ્યા હતાં ત્યારે સાપ તેમના શરીર પર આવી જતાં તેઓ ઝબકીને જાગી ગયા હતાં અને સાપ જોઇ હેબતાઇ ગયા હતાં. બૂમાબૂમ કરતાં પરિવારજનો એકઠા થઇ ગયા હતાં. અમીનાબેન બેભાન જેવા થઇ ગયા હોઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મોડી રાતે મૃત્યુ થયું હતું.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ, પ્રકાશભાઇએ જાણ કરતાં મેટોડા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર અમીનાબેનને સંતાનમાં બે પુત્ર છે. જે છુટક મજૂરી કરે છે. દિકરા સલીમભાઇએ કહ્યુ઼ હતું કે માતાના શરીર પરથી સાપ પસાર થતો હતો ત્યારે જ તેઓ જાગી ગયા હતાં અને ગભરાઇ જતાં હૃદય રોગનો હુમલો આવી ગયો હતો.
હળવદના રાયસીંગપુરના યુવાનનો ઝેર પી આપઘાત
હળવદના રાયસીંગપુર ગામે નાગર પોપટની વાડીએ રહેતો શબ્બીર દુરસીંગ નાયક (ઉ.વ.૩૭) નજીકના ઘનશ્યામપુરમાં વાડીએ ઝેર પી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે હળવદ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)
(2:53 PM IST)










