<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

રાજકોટના ૭ પ્રોફેસરોનું શિક્ષક દિન નિમિતે રોટરી ક્‍લબ દ્વારા સન્‍માન

રાજકોટઃ શિક્ષક દિને નિમિત્તે રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમ, રાજકોટ દ્વારા શહેરના ૭ પ્રોફેસરોને સન્‍માનિત કરવામાં આવ્‍યા. વિદ્યાર્થીઓના કલ્‍યાણ માટે સતત પરિશ્રમ કરીને શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનારા આ પ્રોફેસરોને રોટરી પ્રાઇમે બિરદાવ્‍યા હતા. વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ, વિકાસ માટે નવી તકો તથા સરકારની વિદ્યાર્થીલક્ષી યોજનાઓનો લાભ સુલભ બને તે માટે આ પ્રોફેસરો નિસ્‍વાર્થ સેવાભાવે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. તેમની આ સેવાભાવના પ્રતિભાનરૂપે રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમે મોમેન્‍ટો તથા સર્ટિફિકેટ અર્પણ કરીને સન્‍માનિત કર્યા હોવાનું સંસ્‍થાની યાદીમાં જણાવાયું છે. સન્‍માનિત પ્રોફેસરોઃ (૧) ડો. આશિષ તન્ના  ડીન, સ્‍કૂલ ઓફ સાયન્‍સ, આર.કે. યુનિવર્સિટી (૨) ડો. એ.એસ. પંડ્‍યા  પ્રિન્‍સિપાલ, ગવર્મેન્‍ટ પોલિટેકનિક (૩)પ્રો. જીજ્ઞેશ રાઠોડ  આત્‍મીય યુનિવર્સિટી (૪) ડો. કે. જે. થેંકચન  પ્રિન્‍સિપાલ, ક્રિસ્‍ટ મેનેજમેન્‍ટ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ (૫) ડો. મધુ શુક્‍લા  એસોસિયેટ ડીન, એન્‍જિનિયરિંગ એન્‍ડ ટેકનોલોજી, મારવાડી યુનિવર્સિટી (૬) ડો. નીરવ મણિયાર  એચઓડી, મિકેનિકલ એન્‍જિનિયરિંગ વિભાગ, વીવીપી  એન્‍જિનિયરિંગ કોલેજ (૭) ડો. પરેશ કોટક  પ્રિન્‍સિપાલ, એવીપીટીઆઈ આ કાર્યક્રમ દરમિયાન રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમના પ્રેસિડેન્‍ટ નીહાર ચંદારાણા, સેક્રેટરી મેહુલ પરમાર, પ્રોજેક્‍ટ ચેર વિશાલ સરવૈયા તથા ૬૦ થી વધુ સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. સૌએ શિક્ષણ ક્ષેત્રે આ પ્રોફેસરોના યોગદાનને અભિનંદન પાઠવ્‍યા હોવાનું એક યાદીમાં જણાવાયું છે.

(2:06 PM IST)