<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

વિરાણીના મેદાનમાં અવસર ગ્રુપ દ્વારા ગુરૂ-શુક્ર બે દિવસ ‘‘વેલકમ નવરાત્રી ૨૦૨૫'નું આયોજન

 

રાજકોટ તા. ૧૫ : અવસર ગ્રુપ દ્વારા આગામી તા. ૧૮ અને ૧૯ના સાંજે બે દિવસીય ‘વેલકમ નવરાત્રી ૨૦૨૫'નું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા અવસર ગ્રુપના આયોજકોએ જણાવ્‍યુ હતુ કે છેલ્લા પ વર્ષથી અમે સાંસ્‍કૃતિક વેલકમ નવરાત્રીનું આયોજન કરીએ છીેએ. જે મુજબ આ વર્ષે પણ તા. ૧૮ અને ૧૯ના બે દિવસ સાંજે ૭ વાગ્‍યાથી  રાસોત્‍સવનું આયોજન કરેલ છે. ખેલૈયાઓ મન મુકીને રમી શકે તે માટે  ટાગર રોડ પર વિરાણી હાઇસ્‍કુલના મેદાનમાં અફલાતુન વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવશે. ખાસ કરીને બહેનોની સુરક્ષાનું વિશેષ ધ્‍યાન રખાશે.

ખ્‍યાતનામ ગાયકો ઉદયભાઇ ધાધલ, વિશાલ વરૂ, જાગૃતિબેન આહીર, મોન્‍ટુ મહારાજ, પાજી મ્‍યુઝીક (બોલીવુડ સીંગર) ખેલૈયાઓને મોજથી ઝુમાવશે.

બે દિવસના પાસની કિંમત ફકત રૂ.૧૦૦ રાખેલ છે. પાસ મેળવવા ઇચ્‍છુકોએ મો.૮૮૬૬૭ ૫૫૬૬૬, મો.૮૯૮૦૬ ૦૬૦૦૨, મો.૭૦૧૬૬ ૭૦૮૪૪ ઉપર અથવા (૧) કેશવી ટ્રાવેલ્‍સ, મવડી ચોકડી (૨)પાટીદાર ટુરીઝમ, કોઠારીયા (૩) દેવ મોબાઇલ, ડી-માર્ટ રોડ, કુવાડવા રોડ ખાતે રૂબરૂ સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા અવસર ગ્રુપના આયોજકો ભવ્‍ય પટેલ, સુનીલ પીપળીયા, મોહીત ખુંટ, અર્જુન સગપરીયા, કેવીન ગઢીયા, રાજ હીરપરા, ભાવિનભાઇ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:52 PM IST)