<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

ઘીના ઠામમાં ઘી? સાંસદને કપાત બદલ વૈકલ્‍પિક જમીનની દરખાસ્‍તને આખરે હેરીઝંડી

મનપાની સ્‍ટેન્‍ડિંગ કમિટી યોજાઇઃ અધધધ..... ૧૧૪ કરોડના વિકાસકામો મંજૂર : શિતલ પાર્કથી જતા રોડને પહોળા કરવા જગ્‍યા સંપાદન કરાઇ હતીઃ વળતર આપવા ૩-૩ વખત અભ્‍યાસના નામે પેન્‍ડીંગ રખાઇ હતીઃ આગામી જનરલ બોર્ડમાં પણ વળતરનો પ્રશ્ન પુછાયોઃ શહેરમાં ડામર કામ-વોર્ડ ઓફીસ, શાળા સહિતની ૩૩ દરખાસ્‍તોનો નિર્ણય

રાજકોટ તા.૧૫: આજે મળેલ સ્‍ટેન્‍ડિંગ બેઠકમાં વિવિધ વિકાસકામોના રૂા.૧૧૪ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્‍યા હતા. પરંતુ છેલ્લી ૩-૩ વખત સ્‍ટેન્‍ડિંગમાં અભ્‍યાસના નામે પેન્‍ડિંગ રાખવામાં આવેલ શીતલપાર્ક રોડમાં કપાતના વળતરની મંજુરી આપવામાં આવી હતી.

૧૫૦ ફુટ રોડથી શીતલ પાર્ક મેઇન રોડ પર જતા ૯ મીટરના રસ્‍તાને ૧૨ મીટર પહોળો કરવા લાઇન ઓફ પબ્‍લીક સ્‍ટ્રીટ હેઠળ કાર્યવાહી બાદ નિયમ મુજબ અસરગ્રસ્‍તોને વૈકલ્‍પિક વળતર આપવા અંગેની દરખાસ્‍ત  આખરે  આજે મળશે. મનપાની સ્‍ટે. કમીટીએ ત્રીજી વખત પેન્‍ડીંગ રાખીમંજુરીની મ્‍હોર લગાવવામાં આવવી.

આ કપાતગ્રસ્‍તો અને વિકલ્‍પના લાભાર્થીઓમાં ખુદ ભાજપ કાર્યાલય છે. સાંસદ રામભાઇ મોકરીયાની જમીન પણ કપાતમાં હોય તેઓને પણ વળતર માટે લાંબી રાહ જોવાનો વખત આવ્‍યો હતો.

સ્‍ટે.કમીટીની છેલ્લી  ત્રણ મીટીંગથી આ દરખાસ્‍ત અંગે નિર્ણય થઇ શકતો નથી.  રાજકોટ આખરી નગર રચના યોજના નં. ૯માં સામેલ આખરી ખંડ નં. ૩૨/૯ તથા ૩૧/૫થી શરૂ કરી આખરી ખંડ નં.૩૨/૧/૧ તથા ૩૨/૧ સુધીના ૯ મીટરના ટીપી રોડને લાઇન ઓફ પબ્‍લીક સ્‍ટ્રીટ અંતર્ગત ૧૨ મીટર પહોળો કરવા કપાતની કાર્યવાહી કરવામાં આવી હતી.

મનપામાં રહેલા નિયમો મુજબ કોઇ પણ રોડ જાહેર હિતમાં પહોળો કરવામાં આવે અને ખાનગી મિલ્‍કતો કે જમીન કાપવામાં આવે તો અસરગ્રસ્‍તોની સંમતિ લઇને વળતરના વિકલ્‍પો આપવામાં આવે છે.

૧૫૦ ફુટ રોડ ગોંડલ રોડથી જામનગર રોડને જોડતો મુખ્‍ય રોડ હોવાથી ટ્રાફિકની ખુબ અવરજવર રહે છે. આથી શીતલ પાર્ક મેઇન રોડથી શરૂ થતા ૯ મીટરના ટીપી રોડ કે જે હાલ ૧૮ ટકા ૧૫ મીટરના રોડને જોડતો એક માત્ર માર્ગ છે. જેથી આ ૯ મીટરનો રોડ ૧ર મીટર કરવા નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

આ રસ્‍તો કાપવા માટે લાઇન દોરી મંજૂર કરવામાં આવી છે. જેમાં કપાતમાં આવતા જમીન અને મિલ્‍કતના અસરગ્રસ્‍તોને વળતર આપવા કાર્યવાહી થઇ હતી. સામાન્‍ય રીતે રાબેતા મુજબ આવી દરખાસ્‍તો મંજૂર થઇ જતી હોય છે. પરંતુ આ કેસમાં ત્રણ-ત્રણ વખત દરખાસ્‍તો પેન્‍ડીંગ રહેતા ભાજપમાં જ અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કપાતગ્રસ્‍તોને વળતર માટેના નિયમોની જોગવાઇનો પ્રશ્ન પણ નગરસેવક નેહલ શુકલ દ્વારા આગામી મળનાર જનરલ  બોર્ડમાં પુછવામાં આવ્‍યો છે.

સ્‍પોટર્સ કિટનું વોર્ડ વાઇઝ થશે વિતરણ

મહાનગરપાલીકા દ્વારા એનજીઓ તથા સંસ્‍થાઓ અને મંડળો સહિતનાને સ્‍પોટર્સ કિટ આપવામાં માટેનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે અંતર્ગત કમિટીની રચના કરવામાં આવેલ જેના દ્વારા આજે નિર્ણય લેવામાં આવેલ કે, કિટનું વિતરણ વોર્ડ વાઇઝ કરવા માટે વોર્ડના કોર્પોરેટરો તેમજ અન્‍ય મંડળો તથા સક્રિય એનજીઓ પાસેથી અભિપ્રયાય લઇ સ્‍પોટર્સ કિટનું વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત આજની સ્‍ટેન્‍ડિંગ કમિટી બેઠકમાં વોર્ડ નં.૧૪માં શાળા નં.૫૧ વિક્રમ સારાભાઇ પ્રાથમિક શાળાનું નવુ બિલ્‍ડીંગ રૂા.૨.૯૭ કરોડના ખર્ચે બનાવવા, મવડી અને રેસકોર્ષ ઇન્‍ડોર સ્‍ટેડિયમમાં રિવાઇન્‍ડ ચાર્જ, નિયમમાં ફેરફાર કરવા સહિતના વિકાસકામોની દરખાસ્‍તને મંજુરીની મ્‍હોર લગાવવામાં આવી હતી.

(4:31 PM IST)