તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th September 2025
રાજકોટ-ભાવનગર હાઇવે, મયુરનગરમાં ડીસીબીના દરોડાઃ સ્વીફટ, ઝાયલોમાં દેશી દારૂની હેરાફેરી
પીસીબીની એક ટીમે ૧.૧૦ લાખના દારૂ સાથે માલીયાસણના લાલજીને પકડયોઃ બીજી ટીમે ઉદયનગરના પંકજને પકડયોઃ મંગાવનારા રાજકોટના ભીખુ અને મોકલનારા ચોટીલાના સાલખડાના રામકુદ તથા જયંતિની શોધખોળ

રાજકોટઃ શહેરમાં દેશી-વિદેશી દારૂની હેરાફેરી સતત થતી રહે છે. ક્રાઇમ બ્રાંચની ટીમોએ દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી બે સ્થળોએથી જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સોને પકડી લીધા હતાં. દારૂ મોકલનાર તરીકે ચોટીલાના સાલખડા ગામના શખ્સનું નામ ખુલ્યું હતું.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે દિલીપભાઇ બોરીચા, જયરાજભાઇ કોટીલા, વિશાલભાઇ દવેને મળેલી બાતમી પરથી ભાવનગર રોડ મયુરનગર-૧માંથી માલીયાસણના લાલજી પાંચાભાઇ ગોવાણીને ઝાયલો કાર જીજે૦૩ઇઆર-૦૧૯૮માં રૂા. ૧,૧૦,૦૦૦ના ૫૫૦ લિટર દેશી દારૂ સાથે પકડી લેવાયો હતો. તેના કહેવા મુજબ રાજકોટના ભીખુ નારણ ઉનેવાળે આ દારૂ મંગાવ્યો હતો અને ચોટીલાના સાલખડાના જયંતિ ગણદીયાએ આ દારૂ મોકલ્યો હતો.
જ્યારે બીજી તરફ હેડકોન્સ. દિપકભાઇ ચોૈહાણ, રાજેશભાઇ જળુ અને વિશાલભાઇ દવેની બાતમી પરથી રાજકોટ-ભાવનગર હાઇવે આરકે યુનિવર્સિટી નજીક રોડ પરથી મવડી પ્લોટ ઉદયનગર-૧ના પંકજ મોહનભાઇ મલ્લીને સ્વીફટ કાર જીજે૦૩પીડી-૧૮૯૨માં રૂા. ૮૦ હજારનો ૪૦૦ લિટર દેશી દારૂ સાથે પકડી લેવાયો હતો. તેણે પુછતાછમાં ચોટીલાના સાલખડાના રામકુ કાઠીએ આ દારૂ મોકલ્યાનું કહ્યું હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચનાથી પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ અમીતભાઇ અગ્રાવત, દિગપાલસિંહ જાડેજા, હેડકોન્સ. સંજયભાઇ રૂપાપરા, દિપકભાઇ ચોૈહાણ, દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, કોન્સ. વિશાલભાઇ દવેએ આ બંને કામગીરી કરી હતી. આરોપી લાલજી ગોવાણી વિરૂધ્ધ અગાઉ કુવાડવા, પ્ર.નગર, ડીસીબીમાં દારૂના પાંચ ગુના અને પંકજ મલ્લી વિરૂધ્ધ માલવીયાનગર પોલીસમાં દારૂના ૬ ગુના નોંધાયા હતાં. (૧૪.૯)
(3:03 PM IST)










