<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

નેહલ શુકલની નવી પહેલઃ સોશ્‍યલ મિડીયામાં પોસ્‍ટ મૂકીઃવિકાસ કાર્યો માટે ગ્રાન્‍ટ જોઇતી હોય તો જણાવજો

વોર્ડ નં. ૭ ના નગરસેવકે ૨૦ લાખ ઉપયોગમાં લેવા નવો ચિલો ચિતર્યો

ᅠરાજકોટ, તા.૧૫: વિશ્વભરમાં સોશ્‍યલ મિડીયાના સદ્‌ઉપયોગ થકી અનેક ઉપયોગી કામ થઇ શકે છે. જેનો પુરાવો શહેરના વોર્ડ નં.૭ ના યુવા કોર્પોરેટર નેહલ શુકલ દ્વારા પુરો પાડવામાં આવ્‍યો છે. નેહલ શુકલ દ્વારા વિવિધ સોશ્‍યલ મિડીયા પ્‍લેટફોર્મ ઉપર પોતાની વણવપરાયેલ રૂા.૨૦ લાખની ગ્રાન્‍ટ વિકાસકાર્યો માટે ફાળવવા અંગેની પોસ્‍ટ શેર કરી હતી. જેને વોર્ડના રહેવાસીઓ દ્વારા બહોળો પ્રતિસાદ મળી રહયો છે. મનપા દ્વારા દર વર્ષે દરેક કોર્પોરેટરોને રૂા.૨૦ લાખ લોકઉપયોગી કાર્યો માટે ગ્રાન્‍ટરૂપે ફાળવવામાં આવે છે. જેમાંથી પેવીંગ બ્‍લોક, બાંકડા કે અન્‍ય વિકાસકામો માટે રકમ ઉપયોગમાં લઇ શકાય છે. જો ગ્રાન્‍ટ વધે તો તે લેપ્‍સ થઇ જાય છે. અને તે વપરાયા વિના પરત જાય છે.આમ વોર્ડ નં.૭ ના નગરસેવક નેહલ શુકલએ સોશ્‍યલ મિડીયાનો યોગ્‍ય ઉપયોગ કરી નવો ચિલો ચિતર્યો છે. બાકીના કોર્પોરેટરો પણ જો આવી રીતે ગ્રાન્‍ટ બાકી હોવાની જાણ કરે તો રાજકોટની અનેક સમસ્‍યાઓનો અંત આવી શકે છે.

(3:03 PM IST)