<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

રાજકોટમાં વધુ એક ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે સગીરાને ફસાવી બળાત્કાર ગુજાર્યો, માથે જતાં પાઈપથી માર માર્યો: ગાંધીગ્રામ પોલીસે નિખિલ રાવલ વિરૂધ્ધ અપહરણ દુષ્કર્મ પોકસો હેઠળ ગુનો દાખલ કર્યો: પીઆઈ એસ.આર. મેઘાણી દ્વારા તપાસ

રાજકોટઃ  શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાઓને ફસાવી દુષ્કર્મ આચરવાના કિસ્સા આગળ પણ બની ચૂક્યા છે વધુ એક આવા બનાવવામાં એક સગીરાને ગાંધીગ્રામના શખસે ઇન્સ્ટાગ્રામ મારફત ફ્રેન્ડ બનાવી બાદ તેનું અપહરણ કરીને વારંવાર બળાત્કાર ગુજારી અને છેલ્લે સગીરાએ પોતાનો પીછો છોડી દેવાનો કહેતા તેને લોખંડના પાઇપથી માર મારતા અંતે આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવતા તપાસ શરૂ થઈ છે

 

ગાંધીગ્રામ પોલીસે આ બનાવવામાં ખૂબ બનનારની ફરિયાદને આધારે ગાંધીગ્રામમાં જ રહેતા નીખીલ રસિકભાઇ રાવલ સામે બીએનએસની કલમ ૧૩૭(૨), ૮૭,૬૪(૨)(એમ), ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨ તથા જાતીય ગુનામાં બાળકોને રક્ષણ આપતો અધિનીયમ- ૨૦૧૨ ની કલમ ૪ તથા ૬ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો દાખલ કર્યો છે.

ભોગ બનનારે જણાવ્યું છે કે તે સગીરવયની હતી ત્યારે આરોપી નિખિલએ ઇન્સ્ટાગ્રામ મારફત ભોગ તેણીની સાથે પરીચય કેળવી પ્રેમજાળમાં ફસાવી પોતાના ભાડાના મકાને તથા ગાંધીગ્રામ આર.સી.કે. પાર્ક વાળી ગલીમાં, પુરુષાર્થ સ્કુલની સામે આવેલ આરોપીના કોઇ ઓળખીતાના મકાને તથા આદીત્ય હોટલ ખાતે બદકામ કરવાના ઇરાદે અવાર નવાર અપહરણ કરી લઇ જઇ તેણી સાથે અવાર નવાર શારીરીક સબંધ બાંધી લીધો હતો. બાદ સગીરાએ આરોપી સાથે સબંધ રાખવાનુ બંધ કરી દેતા તેણે આ ભોગ બનનાર તથા સાહેદને લોખંડના પાઇપ વડે માર મારી મુંઢ ઇજા કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જેતપુરની એક સગીરાને રાજકોટના જંગલેશ્વરના મુસ્લિમ શખ્સે ઇન્સ્ટાગ્રામ થકી ફ્રેન્ડ બનાવી બાદમાં રાજકોટ ઝનાના હોસ્પિટલ સાથે સગીરા સગાની ખબર પૂછવા આવી ત્યારે તેનું અપરણ કરી બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનામાં હાલમાં જ એ ડિવિઝન પોલીસે આરોપીને પકડ્યો હતો. ત્યાં વધુ એક આવી ઘટના સામે આવી છે જેમાં ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ દ્વારા સગીરા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. આર. મેઘાણી અને ટીમ દ્વારા આરોપીને ઝડપી લેવા તજવીજ કરવામાં આવી છે.

(2:54 PM IST)