તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
આજે રાત્રે રફી-લતાના સુમધુર ગીતોનો અહેસાસ
લોકપ્રિય કલાકારો મિસ્ટુ બર્ધન-પ્રસન્ન રાવ રાજકોટમાં : રાત્રે ગીતો રેલાવશે : લતાજીને ગાવા એ અનુભૂતિ છે, તે શબ્દોમાં વર્ણવી ન શકાય- મિસ્ટુ બર્ધન* ગીતો ગાવાનો શોખ વ્યવસાયમાં પરિવર્તિત થયો- પ્રસન્ન રાવ * એન્કરિંગમાં વિધિ જૈન જમાવટ કરશે

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ગાયિકા મિસ્ટુ જૈન, ગાયક, પ્રસન્ન રાવ, એન્કર વિધિ જૈન, આયોજક જયેશ ઓઝા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ તા.૧૩: આજે રાત્રે રંગીલું રાજકોટ સુરમય બનશે. ફેસ્ટીવ એન્ટરમેનન્ટ દ્વારા રફી-લતા એક અહેસાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લોકપ્રિય કલાકારો મિસ્ટુ બર્ધન તથા પ્રસન્નરાવ જમાવટ કરશે.
કાર્યક્રમના આયોજકો અને કલાકારો અકિલાની મુલાકાતે આવ્યા હતા.મિસ્ટુ બર્ધને જણાવ્યુ હતું કે, લતાજીને ગાવા એક દિવ્ય અહેસાસ છે. તેને શબ્દોમાં વર્ણવી ન શકાય.
મિસ્ટુજીએ કહયું હતું કે, મારા દાદી ગીતો સાંભળવાના શોખીન હતા. હું બાળપણથી એ ગીતો સાંભળતી હતી. ખ્યાલ જ ન આવ્યો કે, આ શોખ કેવી રીતે ખીલી ગયો અને લોકો સુધી પહોંચી ગયો બિસ્ટુજી છ વખત લતાજીને રૂબરૂ મળ્યા છે. તેઓ કહે છે કે એમની સાથે મુલાકાત સ્મૃતિમાં કંડોરાઇ ગઇ છે.
વોઇસ ઓફ રફી પ્રસન્ન રાવે જણાવ્યું હતું કે, હું મુળ બેંગ્લોરનો છું અને બે દાયકાથી ગીતો ગાવાના ક્ષેત્રમાં છું પહેલા ગઝલોથી માંડીને વિવિધ ગીતો હતો. પરંતુ લોકોએ મને રફીજીના અવાજમાં ખુબ પસંદ કર્યો છે.
પ્રસન્નજીએ જણાવ્યું હતું કે, આજના કાર્યક્રમમાં દરેક મૂડના ગીતો રજૂ થશે.
કાર્યક્રમનું એન્કમિંગ વિધિ જૈન કરશે. તેઓ મુંબઇમાં આર.જે. છે અને કવિયોગી પણ છે. અનેક કાર્યક્રમોના સંચાલન કરી ચુકયા છે.
પ્રસન્ન રાવ એક પ્રતિભાશાળી ભારતીય ગાયક, સંગીતકાર અને ગીતકાર છે. તેઓ ખાસ કરીને ભારતીય સંગીતના મહાન કલાકાર મોહમ્મદ રફીના ગીતો ગાવા માટે જાણીતા છે. તેમને ઘણીવાર રફીનો અવાજૅ (Voice of Rafi) તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેઓ વિવિધ સ્ટેજ શો અને કોન્સર્ટમાં પર્ફોર્મન્સ આપે છે, જેમાં તેઓ મોહમ્મદ રફીના ક્લાસિક અને લોકપ્રિય ગીતોને જીવંત કરે છે. તેમના પર્ફોર્મન્સમાં રફી સાહેબના અવાજની બારીકાઈ અને સૂક્ષ્મતાને સચોટ રીતે રજૂ કરવા માટે તેઓ પ્રખ્યાત છે. તેમના ગાયનની શૈલી શાષાીય સંગીતમાં પણ નિપુણતા દર્શાવે છે.
મિસ્ટુ બર્ધન મુંબઈ સ્થિત એક ભારતીય ગાયક છે. તેઓ ખાસ કરીને મહાન ગાયિકા લતા મંગેશકરના ગીતો ગાવા માટે જાણીતા છે, અને તેમને ઘણીવાર લતાનો અવાજૅ (Voice of Lata) તરીકે ઓળખવામાં આવે છે. તેઓ મુખ્યત્વે સ્ટેજ શો અને સંગીતના કાર્યક્રમોમાં પર્ફોર્મન્સ આપે છે, જ્યાં તેઓ લતા મંગેશકરના સુરીલા અને સદાબહાર ગીતો ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે.
તેમના પર્ફોર્મન્સમાં લતા મંગેશકરના યુગના ગીતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જેના કારણે તેઓ સંગીતપ્રેમીઓમાં લોકપ્રિય છે.
આયોજક જયેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે, કાર્યક્રમનું નિર્માણ દિગ્દર્શન અભિનવ પટેલે કર્યુ છે. મ્યુઝીક રાજ રાણા આપશે. રાજકોટ માટે આ કાર્યક્રમ યાદગાર બની જશે.
(3:47 PM IST)










