તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
કાલે નરેન્દ્રભાઇના જીવન-કવન દર્શાવતો મલ્ટી મીડિયા મ્યુઝીકલ શો
રેસકોર્ષ મેદાન ખાતે ‘‘નમોત્સવ'' કાર્યક્રમઃ ઓપરેશન સિંદુર અને દેશની આન-બાન અને શાનની ગૌરવ ગાથા વર્ણવાશે : ૧૫૦થી વધુ કલાકારોની ટીમ કલાના કામણ પાથરશેઃ મુંબઇના ડિમોલીશન ક્રુ દ્વારા ઓપરેશન સિંદૂરના ગીતો પર દિલધડક સ્ટંટ સાથે ડાન્સ રજૂ કરાશેઃ મોદીજીની જીવનયાત્રા પર લખાયેલા સપાખરા ગીત પર કેરળના કલાકારો વીરરસનો વોર ડાન્સ પીરસશેઃ જાહેર જનતાને આમંત્રણ : ગીત સંગીત અને નાટય સાથે મોદીજીના જીવનના વિવિધ પ્રસંગોનું રસાળ નાટયરૂપાંતરણનું દિર્ગદર્શન વિરલ રાચ્છ કરશે : સી.આર.પાટીલ અને હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે

તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રાજુભાઇ ધ્રુવા (સંયોજક, દિનદયાલ ઉપાધ્યાય વિચાર મંચ) જયેશભાઇ ઉપાધ્યાય, (બોલબાલા ટ્રસ્ટ), અનુપમભાઇ દોશી, (દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ), અવધેશ કાનગડ (પ્રમુખ, શાળા સંચાલક મંડળ), ઉર્વેશ પટેલ (મહામહામંત્રી, શાળા સંચાલક મંડળ) નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટઃ એન.જી.ઓ. ફેડરેશનના સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય, દીકરાનું ઘરના ટ્રસ્ટી અનુપમભાઈ દોશી, અમે શાળા સંચાલક મંડળના પ્રમુખ અવધેશભાઈ કાનગડ, અને દિનદયાળ ઉપાધ્યાય વિચાર મંચના રાજુભાઇ ધ્રુવએ અખબારીયાદીમાં જણાવાયું છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી બાલ્યકાળથી દેશ પ્રેમ અને રાષ્ટ્રવાદનાં રંગે રંગાયેલા જીવનમાં અનેક સંધર્ષોથી ભરેલું રહ્યું છે.
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પાયાના સ્વયંસેવક, શિક્ષક પ્રચારક અને હિમાલયના તપસ્વી ત્યારબાદ ક્મશઃ રાજકોટ ના ધારાસભ્ય, ગુજરાત રાજયના મુખ્યમંત્રી અને હાલમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશના વડાપ્રધાનનું જીવન અનેકોનેક ઉતાર ચડાવ અને સંઘર્ષોથી ભરેલું છે. તેમના વિશે લખવા બેસીએ તો પુસ્તકોના પુસ્તકો લખાય જાય તેવું તેમનું વ્યક્તિત્વ છે જેમના સફળ નેતૃત્વમાંઆજે આપણો દેશ વિકસીત સષ્ટ બનવાની દિશામાં હરણફાળ ભરી રહ્યો છે. જેમની રાજકીય કારર્કીદીની શરૂખાત આપણા રાજકોટ શહેરથી થઈ છે. જેથી તેખી ખશ આર્થમાં આપણા રાજકોટ અને ગુજરાતના પનોતાપુત્ર છે જેનું આપણે કાયમ ગૌરવ થાય છે.
જેમની રાષ્ટ્રભાવના, નિર્ણયશકિત અને દુરંદેશીએ તેમને ફકત ભારતના જ નહીં સમગ્ર વિશ્વના પ્રથમ હરોળના સન્માનનીય વ્યકિત તરીકે મુંબવ્યા છે. જેમના નેતૃત્વમાં આજે વિશ્વભરમાં ભારત દેશ દરેક ક્ષેત્રમાં અગ્રીમ સ્થાન મેળવી રહ્યું છે અને ઓપરેશન સિંદૂરથી વિશ્વના દરેક દેશોને ભારતની તાકાતનો પરચો પણ જેમણે બતાવી દીધો છે. તેવા યુગપુરૂષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો તા. ૧૭/૦૯ ના રોજ ૭૫ મો જન્મદિવસ છે, તેમના જન્મદિવસની ઉજવણીને ભવ્યાતિભવ્ય બનાવવાના ભાગરૂપે આવતીકાલ તા. ૧૪ને રવિવારના રોજ રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં એનજીઓ ફેડરેશન, રાજકોટ વારા મલ્ટી મીડીયા મ્યુઝીકલ શો નાટયોત્સવનું વિના મૂલ્યે નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ૭૫ વર્ષ થતાં હોઈ તેમણે રાષ્ટ્ર વિકાસ માટે કરેલ સંઘર્ષ, સમર્પણ અને બલિદાન તેમજ આપેલ અમુલ્ય યોગદાનથી સમગ્ર દેશની જનતા માહિતગાર થાય અને તેમનામાંથી પ્રેરણા લઈ તેમના માં રાષ્ટ્ર ભાવના અને દેશ પ્રેમ પ્રબળ બને તે માટે સમગ્ર દેશના ચુનિંદા શહેરોમાં નમોત્સવ મેગા મ્યુઝીકલ મલ્ટીમીડીયા શો નું આયોજન એન.જી.ઓ. ફેડરેશન દ્વારા રાજકોટના પ્રસિદ્ધ હાસ્ય અને લોકસાહિત્ય કલાકાર સાઈરામ દવેની સમગ્ર ટીમના માધ્યમથી તા. ૧૪ સપ્ટેમ્બરના રવિવારે સાંજે ૭ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ ગીત સંગીત અને નાટ્ય સાથે મોદીજીના જીવન ના વિવિધ પ્રસંગોનું રસાળ નાટ્યરૂપાંતરણનું દિગ્દર્શન વિરલ રાચ્છ કરશે. રાહુલ મુંજારીયા સંગીત પીરસશે તથા કોરિયોગ્રાફર અંકુર પઠાણની ટીમ દ્વારા ભવ્ય નૃત્યો રજૂ થશે.
મુંબઈના ડિમોલીશન કુ દ્વારા ઓપરેશન સિંદુરનાં ગીતો પર દિલધડક સ્ટંટ સાથે ડાન્સ રજુ થશે. મોદીજીની જીવનયાત્રા પર લખાયેલા સપાખરા ગીત પર કેરળની માર્શલ આર્ટ કલારીપાયાટુનાં કલાકારો વીરરસનો વોર ડાન્સ રજુ કરશે. ભવ્ય પ્રોપ્સ અને હાઈફાઈ ટેકનીક્સથી સજ્જ નમોત્સવ કાર્યક્રમ દર્શકો માટે માણવા અને જાણવા જેવો બની રહેશે.
આ મેગા મ્યુઝીકલ મલ્ટીમીડીયા શો નમોત્સવના માધ્યમથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને ભૂતો ન ભવિષ્યતે એવો અદભુત અને અવિસ્મરિણ નાટય શો માં મહાત્માગાંધી અને કૃષ્ણની પાવન અને પવિત્ર ધરતી ગુજરાતના પનોતા પુત્ર, આધુનિક ભારતના સ્વપ્નલ્લષ્ટા, ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની બાળપણથી લઇ ૭૫ વર્ષ સુધીની સંઘર્ષ ગાથા અને યશો ગાથા ગીત, સંગીતથી મઢીને અદ્દભુત પાત્રો, દૈદીપ્યમાન કૌશલ્ય, આકર્ષક વેશભુષા સાથે ૧૫૦ થી વધુ કલાકારો દ્વારા જીવંત નાયશૈલીના સ્વરૂપમાં રજુ કરવામાં આવશે.
આ ઉપરાંત કાર્યક્રમમાં મંજૂરી મળ્યેથી ૧૦૦ જેટલાં ડ્રોન સાથેના ડ્રોન શો યોજવાનું પણ આયોજન થઈ રહ્યુ છે. આ કાર્યક્રમ માણવા અનુરોધ કરાયો છે.
(3:42 PM IST)










