<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

મનપાને નવરાત્રી ફળીઃ માધવરાવ સિંધીયા ગ્રાઉન્‍ડની બોણીઃ ૩૦ લાખ ઉપજ્‍યા

શહેરના સાધુવાસવાણી રોડ, રેસકોર્ષ-એ તથા નાના મવાનું મેદાન અપસેટ કિંમતે ભાડે અપાયાઃ રેસકોર્ષ-બી નું ૧૨ હજાર ચો.મી.નું મેદાન ભાડે રાખવામાં કોઇને રસ ન પડયો

રાજકોટ, તા., ૧૩: ૨૨ સપ્‍ટેમ્‍બરથી નવરાત્રી શરૂ થવાની છે ત્‍યારે પ્રાચીન સાથે અર્વાચીન રાસોત્‍સવની તૈયારી પણ શરૂ થઇ ગઇ છે.  જે અંતર્ગત મનપા હસ્‍તકના પાંચ મેદાન ભાડે આપવાના ટેન્‍ડર બહાર પાડવામાં આવ્‍યા હતા.

રેસકોર્સના બે ભાગમાં બે મેદાન દર વર્ષે નવરાત્રી રાસોત્‍સવના આયોજકોને ભાડે આપવામાં આવે છે. આ સિવાય નાના મવા ચોક, અમીન માર્ગ કોર્નર, પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમ બાજુમાં અને સાધુ વાસવાણી રોડના પ્‍લોટ દર વર્ષની જેમ તથા પ્રથમ વખત રેસકોર્ષના માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્‍ડ ભાડે આપવા ટેન્‍ડર બહાર પાડવામાં આવતા માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્‍ડના રૂા.૩૦.૧ લાખના ભાવ આવ્‍યા હતા. તેમજ અન્‍ય ૬ પૈકી ૩ મેદાન માટે ભાવ આવ્‍યા છે.

મહાનગરપાલીકા હસ્‍તકના શહેરમાં  માધવરાય સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્‍ડ, રેસકોર્સ મેદાન ભાગ-૧ ૧૨૮૦૦ ચો. મી., રેસકોર્સ મેદાન ભાગ-બી,  ૧૨૭૨૩ ચો. મી., નાના મવા સર્કલ (એચ. પી. સી. એલ.) પંપ પાસે ૯૪૩૮ ચો. મી., સાધુ વાસવાણી રોડ, રાજ પેલેસ સામેનો પ્‍લોટ પ૩૮૮ ચો. મી., પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમની બાજુનો પ્‍લોટ ૩૦૭૩ ચો. મી., અમીન માર્ગ કોર્નર, જેડ બ્‍લ્‍યુની સામેનો પ્‍લોટ, ૪૬૬૯ ચો. મી., કુલ ૬ પ્‍લોટ તા.૨૦ સપ્‍ટેમ્‍બર થી ૨ ઓકટોબર સુધી નવરાત્રીના તહેવારમાં રાસોત્‍સવ માટે ભાડે આપવા ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યા હતા.

માધવરાય ક્રિકેટ ગ્રાઉન્‍ડ ૩૦ લાખ, રેસકોર્સ મેદાન ભાગ એ.-૬, નાનામવા સર્કલ, સાધુ વાસવાણી રોડ પરના પ્‍લોટની અપસેટ કિંમત પ્રતિ ચો. મી. રૂા. ૬ તથા બાકીના પ્‍લોટની કિંમત રૂા. પ રાખવામાં ં આવી હતી.

ભાવ ભરનાર અપસેટ કિંમત ઉપરાંત ૧૦ ટકા સફાઇ વહીવટી ચાર્જ તથા ૧૮ ટકા મુજબ જીએસટીની રકમ અલગથી ભરપાઇ કરવાની હોય છે.

આ કામે ટેન્‍ડર ભાવો મંગાવવામાં આવેલ છે. આ કામના ટેન્‍ડરની છેલ્લી તારીખ ૧૧ સપ્‍ટેમ્‍બર હતી. જે મુજબ ટેન્‍ડર ખોલવામાં આવતા તંત્રને રેકોર્ડબ્રેક ૫૦ લાખની આવક થવા પામી છે.

જે અંતર્ગત માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્‍ડના રૂા. ૩૦.૦૧ લાખ, રેસકોર્ષ મેદાન ભાગ-એની અપસેટ કિંમત સામે રૂા. ૬ નો ભાવ આવતા ૭.૬૮ લાખની રકમ થઇ હતી. આ ગ્રાઉન્‍ડ ગત વર્ષે ૨૧.૮૩ લાખમાં અપાયું હતું. જ્‍યારે રેસકોર્ષ મેદાન ભાગ-બીમાં કોઇપણ ઉપજ્‍યા નથી. નાના મવા સર્કલ પાસેના ગ્રાઉન્‍ડના ૬ કિંમત સામે  રૂા. ૧૨.૫૧ પ્રતિ ચો.મી.ના ભાવે રૂા. ૫.૬૬ લાખમાં મેદાન ભાડે અપાયું છે, આ મેદાનમાં ગત વર્ષે ૧૫.૫૪ લાખની આવક થઇ હતી. ઉપરાંત સાધુ વાસવાણી રોડના ગ્રાઉન્‍ડના આ વર્ષે રૂા.રપ લાખ મળ્‍યા છે, ગત વર્ષે ૫.૦૭ લાખમાં ભાડે અપાયું હતું. જ્‍યારે અમીન માર્ગ કોર્નરનું મેદાન, પ્રમુખ સ્‍વામી ઓડી.ની બાજુનો પ્‍લોટ, તથા રેસકોર્ષ -બી ગ્રાઉન્‍ડમાં કોઇએ રસ દાખવ્‍યો નથી.

(3:36 PM IST)