તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
પંચનાથ પ્લોટમાં એડ એજન્સીના સંચાલકના ઘરમાં ૬૭.૩૬ લાખની ચોરીઃ પુર્વ નોકર નીકળ્યો સુત્રધાર
નોકરી મુકી વતન રાજસ્થાન જતાં રહેલા શખ્સે કાવત્રુ ઘડી ઘટનાને અંજામ આપ્યો હતોઃ ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં પીઆઇ બી.વી. બોરીસાગર, પીએસઆઇ રાણા અને ટીમને સફળતાઃ રાજસ્થાનથી ત્રણને ઉઠાવી લેવાયાઃ તમામ મુદ્દામાલ રીકવર કબાટ ખોલી રોકડા ૧૦.૫૦ લાખ અને ૫૬.૮૬ લાખના સોના-ચાંદીના દાગીના ચોરાઇ ગયા હતાં

રાજકોટ તા. ૧૩: શહેરના પંચનાથ પ્લોટ શેરી નં. ૯માં રૂતંભરા મકાન ખાતે રહેતાં અને એપેક્ષ એડવર્ટાઇઝીંગ ચલાવતાં વેપારીના ઘરમાંથી રૂા. ૧૦,૫૦,૦૦૦ રોકડા અને સોના ચાંદીના રૂા. ૫૬,૮૬,૦૦૦ના મળી કુલ રૂા. ૬૭,૩૬,૦૦૦ની ચોરી થતાં ચકચાર મચી ગઇ હતી. એ-ડિવીઝન પોલીસને જાણ થતાં ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરતાં જાણભેદુની સંડોવણી ખુલી હતી. પુર્વ નોકરે જ કાવત્રુ ઘડી ચોરીની ઘટનાને અંજામ આપ્યાનું ખુલતાં અને આ નોકર રાજસ્થાન તરફનો હોઇ ટીમે પગેરૂ શોધી પુર્વ નોકર સહિત બે શખ્સને દબોચી લઇ તમામ મુદ્દામાલ રીકવર કર્યો છે.
એ-ડિવીઝન પોલીસે આ બનાવમાં પંચનાથ પ્લોટ-૯માં રહેતાં જલાધી અજીતભાઇ ઝવેરી (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો દાખલ કર્યો હતો. જલાધી ઝવેરીએ જણાવ્યું હતું કે હું પરીવાર સાથે રહુ છું અને એપેક્ષ એડવરટાઇઝીંગ નામે જાહેરખબરને લગતું કામ કરૂ છુ. મે માસ્ટર ઇન અપ્લાયઇડ મેનેજમેન્ટ માર્કેટીંગનો અભ્યાસ કર્યો છે. આ મકાનમાં હું તથા મારા દાદા તુષારભાઇ મણીલાલ ઝવેરી તથા મારી બહેન ભૌપ્રીતા અજીતભાઇ ઝવેરી તથા મારા પત્નિ મીથીલા તથા અમારે ત્યાં રસોઈ કામ કરતા મહારાજ કિશનભાઈ તથા સફાઇ કર્મચારી સોહનલાલ મીણા તથા પ્રતાપભાઈ મીણા એમ બધા રહીએ છીએ.
મકાનમાં મારા દાદાનો રૂમ જે પ હેલા માળે આવેલ છે ત્યાં એક લાકડાના કબાટમાં બે ખાના છે જેમાં અમારા ઘંઘાના તથા બચતના રૂપીયા તથા સોના ચાંદીના દાગીનાઓ રાખીએ છીએ. ગત તા.૧૫/૮/૨૫ના રોજ મારા દાદા તુષારભાઈએ હીસાબ કરીને રોકડા રૂપીયા ૧૦,૫૦,૦૦૦ રાખ્યા હતા અને બંને ખાના લોક કરીને તેની ચાવી ત્યાં કબાટમાં રાખેલ કોટમાં વચ્ચે રાખી હતી. ત્યારબાદ કબાટને લોક કરેલ અને તેની ચાવી મારા દાદાએ પોતાની પાસે જ રાખી હતી. ત્યારબાદ ગઇ તા.૪/૯ના રોજ મારા દાદાને રૂપીયાની જરૂરત પડતા દાદાએ આશરે દશેક વાગ્યાના અરસામાં કબાટ ચાવીથી ખોલેલ અને કબાટમાં રાખેલ કોટની અંદર ખાનાની ચાવી ચેક કરતા ખાનાની ચાવી મળી આવેલ નહીં. આથી અમે મીષાીને બોલાવીને ખાના ખોલાવતા તેમાં મારા દાદાએ રાખેલ રોકડા રૂપીયા રૂા. ૧૦, ૫૦,૦૦૦ તેમજ બીજા ખાનામાં રાખેલ સોનાના ચાંદીના દાગીના જોવા મળ્યા નહોતાં.
જે દાગીના ગાયબ હતાં તેમાં સોનાની મોતી મા ળા નંગ-૧ જેનો આશરે વજન ૫ ગ્રામ જેની કી.રૂ.૪૭,૫૦૦, સોનાનુ કાળા મોતીવાળુ મંગ ળસુત્ર તથા એક લાલ કલરના નંગ વાળુ સોનાનુ પેન્ડેન્ટ તથા એક નાનુ ડાયમંડ વાળુ પેન્ડેન્ટ તથા એક કાળા સ્ટોન વાળુ પેન્ડેન્ટ તથા સોનાનો પેન્ડેન્ટ વાળો ચેઇન જે તમામનો આશરે કુલ વજન - ૬૫ ગ્રામ છે જેની કિમત રૂા. ૬,૧૭,૫૦૦, અલગ અલગ ડીઝાઇનની અલગ અલગ વજનની સોનાની બંગડીઓ તથા પાટલાઓ કુલ ૩૨ જેનો આશરે વજન ૫૨૮ ગ્રામ જેની કિમત રૂા. ૫૦,૧૬,૦૦૦ તેમજ બે ચાંદીની આશરે ૫૦ ગ્રામ વજનની બંગડીઓ જેની કી.રૂ.૫૦૦૦ મળી કુલ સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા ૧૦,૫૦,૦૦૦ જોવામાં આવેલ નહીં.
બાદમાં મારા દાદાએ તથા અમે બધા ઘરના સભ્યોએ અમારી રીતે ઘરમાં તપાસ કરતા આ રૂપીયા તથા સોના-ચાંદીના દાગીનાઓ કયાંય મળી આવેલ નહીં અને આ બાબતે અમે અમારા સગા સંબંધીઓને વાત કરતા તેઓએ પોલીસ ફરીયાદ કરવાનુ કહેતા અમે ફરિયાદ કરી હતી. મોટી મત્તાની ચોરીની ઘટના જાહેર થતાં ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં એ-ડિવીઝન ડી. સ્ટાફની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવી ફૂટેજ અને ટેકનીલક સર્વેલન્સની મદદથી તપાસ થતાં ચોરીમાં મહત્વની કડી મળી ગઇ હતી.
આ ચોરીમાં જાણભેદુએ જ હાથફેરો કર્યાની માહિતી મળતાં ટીમ રાજસ્થાન તરફ રવાના થઇ હતી. ત્યાંથી ત્રણ શખ્સોને ઉઠાવી લીધા છે. જેની પાસેથી ચોરીનો લગભગ તમામ મુદ્દામાલ મળી આવ્યો છે. આ ત્રણમાં એક આ ઘરમાં અગાઉ નોકર તરીકે કામ કરી ચુકલો શખ્સ છે. તે સમગ્ર ઘરમાં ક્યાં શું છે તેનાથી વાકેફ હોઇ તેણે પ્લાન ઘડી ચોરીની ઘટનાને અંજામ આપ્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતુ. આ અંગે પત્રકાર પરિષદ યોજી પોલીસ અધિકારી વિસ્તૃત વિગતો જાહેર કરશે. હાલ તો મસમોટી ચોરીનો ભેદ તુરંત ઉકેલાઇ જતાં પોલીસે અને વેપારી પરિવારે હાશકારો અનુભવ્યો છે.
પોલીસ કમિશનર બ્રજશેકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ એસ. એમ. રાણા, એએસઆઇ બી. વી. ગોહિલ, એમ. એસ. મકવાણા, હેડકોન્સ. કલ્પેશભાઇ બોરીચા, સાગરભાઇ માવદીયા, મહેશભાઇ ચાવડા, કનુભાઇ બસીયા, ધારાભાઇ ગઢવી, કરણભાઇ વીરસોડીયા, કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખા, તેજસભાઇ ડેર સહિતની ટીમે આ કામગીરી કરી હતી
(2:30 PM IST)










