તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટર પાસે તીનપતી રમતા ત્રણ પકડાયા
ગાંધીગ્રામ પોલીસના હેડ કોન્સ. રવીભાઇ ગઢવી, શબ્બીરભાઇ મલેક અને રોહિતદાનભાઇ ગઢવીની બાતમી

રાજકોટઃ તા. ૧૩, જામનગર રોડ પર ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટર પાસે ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટર પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ગાંધીગ્રામ પોલીસના હેડ કોન્સ. રવીભાઇ ગઢવી, શબ્બીરભાઇ મલેક અને રોહિતદાનભાઇ ગઢવીને બાતમી મળતા ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટર પાસે દરોડો પાડી રેલવેના પાટા પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા બાપુનગર સત્યમ પાર્કના સાગર બેજુભાઇ ભોજાવીયા, ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટર પાસે રહેતો બચુ ગાંડુભાઇ ઝાલા અને જામનગર રોડ પર ગોલ્ડન પોર્ટીકો પાસે શ્રી એપાર્ટમેન્ટ ફલેટ નં. બી/ર૦૧ ના વિપુલ લક્ષ્મણભાઇ થોરીયાને પકડી લઇ રૂા.૧ર,૦૬૦ ની રોક સહિતની મતા કબજે કરી હતી. આ કામગીરી પી.આઇ.એસ.આર. મેઘાણીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.વી.જાડેજા, હેડ કોન્સ. રવિભાઇ ગઢવી, રોહિતદાન ગઢવી, શબ્બ્ીરખાન મલેક, મસરીભાઇ ભેટારીયા સહદેવસિંહ જાડેજા કો.ન્સ. મુકેશભાઇ સબાડ, પ્રદિપભાઇ ડાંગર, રઘુવીરસિંહ જાડેજા, ભરતભાઇ મકવાણા તથા હોમગાર્ડ અર્જુન બામ્ભા દ્વારા કરવામાં આવી હતી.
(2:29 PM IST)










