<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

પારડીમાં બેડીના લક્ષમણ મકવાણાનો ઝેર પી આપઘાત

કેટલાક સમયથી યુવાન પરિવારથી અલગ રહેતો હતો

રાજકોટ તા. ૧૩: મુળ મોરબી રોડ પરના બેડી ગામના વતની અને હાલ શાપરના પારડી ગામે પડવલા રોડ પર સત્‍યમ્‌ પાર્કમાં રહેતાં લક્ષમણભાઇ વિનુભાઇ મકવાણા (ઉ.વ.૩૧) નામના યુવાને પારડી પડવલા રોડ પર ઝેર પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

બનાવની જાણ થતાં શાપર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર લક્ષમણભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તે છુટક મજૂરી કરતો હતો. તેના પિતા પણ મજુરી કામ કરે છે. જો કે પાંચેક વર્ષથી પોતે પરિવારથી અલગ રહેતો હતો. સગાઇ ન થવાને કારણે પગલુ ભર્યાની શક્‍યતા પરિવારે જણાવી હતી. શાપર પોલીસ વધુ તપાસ કરે છે.

(2:28 PM IST)