News of Saturday, 13th September 2025
પંચાયત ચોકમાં રહેતાં તુષારભાઇ જસાણીનું હૃદય બેસી જતાં મોત

રાજકોટ તા. ૧૩: શહેરના યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક સમર્પણ ટાવરમાં રહેતાં તુષારભાઇ કાંતિલાલ જસાણી (ઉ.વ.૪૮) સવારે આઠેક વાગ્યે ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર એક બહેનથી મોટા અને પરિવારનો આધારસ્તંભ હતાં. તેને સંતાનમાં એક દિકરી છે. તે ટ્રેડીંગનું કામ કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યુંહ તું.
(2:25 PM IST)










