News of Saturday, 13th September 2025
જંકશન રેલ્વે સ્ટેશનની ટિકીટ બારી પાસે વૃધ્ધ બેભાનઃ મોત
વાલીવારસ હોય તો રેલ્વે પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૩: શહેરના જંકશન રેલ્વે સ્ટેશનની ટિકીટ બારી ઉપર અજાણ્યા આશરે ૭૦ વર્ષના વૃધ્ધ બિમારીથી બેભાન થઇ જતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. મૃતક મધ્યમ બાંધાના છેઅ ને વાને ઘઉંવર્ણા છે. ઉંચાઇ આશરે ૫ ફુટ ૬ ઇંચ છે. તેમણે સફેદ કલરનો ઝભ્ભો અને સફેદ કલરનો લેંઘો પહેર્યો છે. તસ્વીરમાં દેખાતા મૃતકના વાલીવારસ હોય તો મો. ૮૭૮૦૭ ૨૪૨૯૮ ઉપર અથવા રેલ્વે પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૩૩૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(2:20 PM IST)










