<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

લગ્નને લગતી એપ થકી કાલાવડની યુવતિને ઉનાના શખ્‍સે ફસાવીઃ ગર્ભ રાખી તરછોડી દીધી

યુવતિએ સાઇટ પર લગ્ન માટે બોયોડેટા મુક્‍યા હોઇ રાજકોટ રહી ડ્રાઇવીંગ કરતાં શખ્‍સે સંપર્ક કરી વાતો કરી બાદમાં રૂબરૂ મળવા બોલાવી ગોંડલ હાઇવે પરના ક્‍વાર્ટરમાં લઇ જઇ બળજબરી આચરી : યુવતિને પીરીયડ ન આવતાં ચેક કરતાં પ્રેગનન્‍ટ હોવાનું જણાયું: ત્‍યારે આરોપીએ કહી દીધું મારે લગ્ન નથી કરવા, કોઇને કહીશ તો તારા ભાઇને મારી નાંખીશઃ યુવતિને પેટમાં દુઃખાવો થતાં ભાઇ-ભાભીને જાણ કરતાં સારવાર માટે દાખલ કરાઇઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૩: શહેરમાં દૂષ્‍કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. જેમાં કાલાવડ રહેતી ૨૩ વર્ષની યુવતિનો મુળ ઉનાના અને હાલ રાજકોટ રહી ડ્રાઇવીંગ કરતાં શખ્‍સે લગ્નને લગતી એપ થકી સંપર્ક કરી વાતચીત કરી પોતે લગ્ન કરવા ઇચ્‍છે છે તેમ કહી યુવતિને ફસાવી રાજકોટ મળવા બોલાવી એક ક્‍વાર્ટરમાં લઇ જઇ જમાડયા બાદ પરાણે ત્રણ-ચાર વખત શરીર સંબંધ બાંધી લેતાં આ યુવતિ ગર્ભવતી થઇ જતાં તેણે આ યુવાનને વાત કરતાં તેણે આ બાળક મારુ નથી, તારી સાથે લગ્ન નથી કરવા અને સંબંધ નથી રાખવા તેમ કહી તેણીના ભાઇઓને મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ દાખલ કરાવી છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે ભોગ બનનાર કાલાવડની ૨૩ વર્ષની યુવતિની ફરિયાદ પરથી રાજકોટ રહેતાં મુળ ઉનાના જયરાજસિંહ રાઠોડ વિરૂધ્‍ધ દૂષ્‍કર્મ-ધમકીનો ગુનો નોંધ્‍યો છે. ભોગ બનનાર યુવતિએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે મેં આજથી ૧૧ મહિના પહેલા મારા ફોનમાં લગ્નને લગતી એક એપ્‍લીકેશન ઈન્‍સોટલ કરી હતી. તેમાં લગ્ન માટેના બાયોડેટાની ડીટેલ ફોટો અને સરનામું વગેરે સબમીટ કર્યા હતાં. માહિતી નાખ્‍યાના પાંચેક દિવસ બાદ અજાણ્‍યા નંબર પરથી મને મેસેજ આવતા અમારી બંને વચ્‍ચે વાતચીત શરૂ થઈ હતી. આ સમયે મેસેજ કરનારે પોતાનું નામ જયરાજસિંહ રાઠોડ હોવાનું અને રાજકોટમાં રહી ડ્રાઇવીંગ કરતો હોવાનું કહ્યું હતું.  ત્‍યાર બાદ અમે બંને વ્‍હોટ્‍સએપમાં  વિડીયો કોલથી વાતચીત કરવા લાગ્‍યા હતાં. આથી બંન્ને વચ્‍ચે પરીચીત થતા મિત્રતા બંધાઈ હતી. ત્‍યારબાદ જયરાજસિંહે મને કહેલું કે મારે તારી સાથે લગ્ન કરવા છ, તું મને મળવા આવ. આ પછી તા. ૬/૨/૨૫ના રોજ તેણે મને ફોન કરી કેકેવી હોલ સુધી આવી જવા કહ્યું હતું.

આથી હું ઇકો કારમાં બેસી રાજકોટ કેકવી હોલ પાસે પહોંચી હતી. ત્‍યાં ઉભેલો જયરાજસિંહ મને રીક્ષામાં ગોડલ હાઈવે પર આવેલી એક હોટલ પાછળ ત્રણ માળીયા વિસ્‍તારમાં ત્રીજા માળે એક મકાનમાં લઈ ગયો હતો. જયાં ે બહારથી જમવાનું મંગાવ્‍યા બાદ જમીને નીચે પથારીમાં અમે બેઠા હતાં. આ પછી તેણે મારા શરીરે હાથ ફેરવવા માંડયો હતો. ના પાડવા છતા તેણે બળજબરી આચરી હતી અને રૂમમાં ત્રણ-ચાર વાર મારી સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો. અહિ અમે બીજા દિવસની સાંજ સુધી રોકાયા હતાં. એ પછી તે રૂમમાંથી એકલો જતો રહ્યો હતો. આ પછી મેં નીચે ઉતરી એક મહિલા પાસે ફોન લઇ મારા ભાઇને વાત કરી હતી. આથી મારો ભાઇ મને તેડી ગયો હતો. તેના ઘરે બે દિવસ રોકાઇ ફરી હું મારા ઘરે કાલાવડ જતી રહી હતી.

ત્‍યારબાદ જયરાજસિંહ મારી સાથે ફોનમાં વાત કરતો હતો. આ પછી મારે મહિનો પુરો થવા છતાં પિરીયડ ન આવતાં મં પ્રેગનન્‍સી કિટથી ચેક કરતાં હું પ્રેગનન્‍ટ હોવાનું જણાતાં મેં જયરાજસિંહને વાત કરતાં તેણે આ બાળક મારુ નથી, મારે તારી સાથે લગ્ન નથી કરવા અને કોઇ સંબંધ રાખવો નથી તેમ કહી ફોન બંધ કરી દીધો હતો. મેં ઘણા દિવસ સુધી ફોન કરવા છતાં તેનો ફોન બંધ હતો. એ દરમિયાન એક વખત તેણે મને ધમકી આપી હતી કે તારા ભાઇઓને વાત કરીશ તો હું તારા ભાઇઓને મારી નાંખીશ. જેથી મેં કોઇને વાત કરી નહોતો. સાત માસનો ગર્ભ હોઇ દુઃખાવો ચાલુ થતાં અંતે મેં ભાઇ-ભાભીને જાણ કરતાં મને ઝનાના હોસ્‍પિટલમાં લઇ ગયા હતાં. લગ્નની લાલચ આપી જયરાજસિંહે મારી સાથે દૂષ્‍કર્મ આચરી ગર્ભ રાખી દીધા બાદ સંબંધ તોડી નાંખ્‍યો હોઇ મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં યુવતિએ કહેતાં પીઆઇ એ.બ ી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ પી. કે. ગામેતીએ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(1:46 PM IST)