તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Saturday, 13th September 2025
રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇનું જસદણ-વિંછીયા દુધ મંડળી દ્વારા સન્માન

રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયાનું જસદણ-વિંછીયા દુધ ઉત્પાદક મંડળીના સંચાલકો દ્વારા સાંસદ શ્રી પરસોતમ રૂપાલાના હસ્તે સન્માન કરાયેલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ, તા., ૧૩: વિશ્વની સૌથી શકિતશાળી દૂધ અને ખાદ્ય બ્રાન્ડ AMUL (GCMMF) માં બિનહરીફ વાઈસ ચેરમેન તરીકે શ્રી ગોરધનભાઈ ધામેલીયાની નિમણુક થવા બદલ તથા રાજકોટ ડેરી સાથે જોડાયેલ દૂધ મંડળીઓ માં દૂધ ભરતા પશુપાલકોને કુલ ૬૦ કરોડ ભાવફેર ચૂકવેલ તેમાંથી જસદણ અને વિછીયા પશુપાલકોને ૩૫ કરોડ ભાવફેર ચૂકવેલ છે. જેથી જસદણ અને વિછીયા તાલુકાની દુધ ઉત્પાદક મંડળીઓ દ્વારા રાજકોટ દૂધ સંઘના ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામેલીયાનું જસદણ મુકામે સન્માન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય અને રાજકોટ ડિસ્ટ્રીક કો.ઓપ.બેંક લી. ના ચેરમેન જયેશભાઈ રાદડીયા વિશિષ્ટ અતિથી તરીકે ઉપસ્થિત રાજકોટ વિસ્તારના સાસંદ પરસોતમભાઈ રૂપાલા તથા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા અને મુખ્ય મહેમાન તરીકે અરવિંદભાઈ તાગડીયા મંત્રી ગુજરાત રાજ્ય સહકારી સંઘ, રાજકોટ ડેરીના બોર્ડ ઓફ ડિરેકટર આંબાભાઈ હાડગરડા, શ્રીમતી લીલીબેન મેટાળીયા હાજર રહેલ, રમેશભાઈ હીરપરા ચેરમન માર્કેટીંગ યાર્ડ, વનરાજભાઈ ખીટ મહામંત્રી જસદણ તાલુકા ભાજપ, ચંકિતભાઈ રામાણી પ્રમુખ જસદણ તાલુકા ભાજપ , અશોકભાઈ ચાંવ મહામંત્રી બક્ષીપંચ મોરચા રાજકોટ અને મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહેલ હતા.
(12:03 PM IST)










