<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

બેંક ઓફિસરના શિક્ષીકા પત્‍નિ રૂષિકાબેન કથીરીયાનો ગળાફાંસો ખાઇ આપઘાત

અમીન માર્ગના ડ્રીમહીલ એપાર્ટમેન્‍ટમાં બનાવ પતિ આરડીસી બેંકમાં ઝોનલ ઓફિસરઃ રૂષિકાબેને પગ-કમરના દુઃખાવાથી કંટાળી પગલુ ભર્યુઃ આવતા મહિને ચારધામની યાત્રાએ જવાનું હોઇ ગઇકાલે જ ખરીદી કરી હતીઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૨: અમીન માર્ગ પર આવેલા ડ્રીમ હીલ એપાર્ટમેન્‍ટ બી-વીંગ ૧૦૧માં રહેતાં શિક્ષીકારૂષિકાબેન ધનસુખભાઇ કથીરીયા (ઉ.વ.૪૬)એ પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસે ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ રૂષિકાબેન આરટીઓ પાસે આવેલી માસુમ વિદ્યાલયમાં શિક્ષીકા તરીકે નોકરી કરતાં હતાં. જ્‍યારે તેમના પતિ ધનસુખભાઇ કથીરીયા ત્રિકોણબાગ પાસે આવેલી આરડીસી બેંકમાં ઝોનલ ઓફિસર તરીકે નોકરી કરે છે. આવતા મહિને પતિ-પત્‍નિ સહિતને ચાર ધામની યાત્રા કરવા જવાનું હોઇ તેના માટે ગઇકાલે રૂષિકાબેને ખરીદી પણ કરી હતી. આજે અચાનક આ પગલુ ભરી લીધુ હતું.

પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ રૂષિકાબેનને પગનો અને કમરનો દુઃખાવો હોઇ કંટાળીને આપઘાત કર્યો હતો. તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે.  (૧૪.૧૩)

(4:02 PM IST)