<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

જેલરને ધમકી આપનાર હત્‍યાના ગુનાના કેદી સાજીદ કચરાને ઝડપી લેવામાં આવ્‍યો

સજા ભોગવતા શખ્‍સે પેરોલ પર છુટી મંડળી રચી જેલમાં ઘુસી ખેલ કર્યા હતાં: બાદમાં ફરાર હતો ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં એલસીબી ઝોન-૨ નાસતા ફરતા સ્‍ક્‍વોડના પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમની કાર્યવાહીઃ મારામારીમાં ફરાર શખ્‍સને પણ પકડી લેવાયો

રાજકોટ તા. ૧૨: મર્ડરના ગુનામાં જેલની સજા ભોગવી રહેલા રૈયા રોડ સુભાષનગર-૨માં રહેતાં સાજીદ હુશેનભાઇ કચરા પેરોલ જામીન પર છુટયા બાદ ફરાર થઇ ગયો હોઇ અને પેરોલ પર છુટયો તે વખતે ગેરકાયદે મંડળી રચી જેલ પ્રીમાઇસીસમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી મુલાકાતીઓ માટેના રૂમમાં ઘુસી મુલાકાત વિભાગના ઇન્‍ચાર્જ જેલરને ધમકી આપી હતી. આ ગુનામાં તે ફરાર હોઇ એલસીબી ઝોન-૨ નાસ્‍તા ફરતા સ્‍ક્‍વોડે તેને પકડી લીધો છે.

સાજીદ કચરા વિરૂધ્‍ધ ગાંધીગ્રામ પોલીસમાં વર્ષ ૨૦૧૫માં ભાજપના લઘુમતી આગેવાનની હત્‍યાનો ગુનો નોંધાયો હતો.  જેમાં તેને કેદની સજા પડી છે. આ ઉપરાંત અગાઉ તેના વિરૂધ્‍ધ પ્ર.નગર, ડીસીબીમાં બોગસ દસ્‍તાવેજો ઉભા કરવા, તેમજ આર્મ્‍સ એક્‍ટનો ગુનો નોંધાયો હતો. સાજીદ જેલમાં હોઇ તે દરમિયાન તેને પેરોલ રજા મળી હતી. આ પછી તે ભાગતો ફરતો હતો. પેરોલ રજા વખતે પણ ચાર અજાણ્‍યા શખ્‍સોને સાથે રાખે જેલમાં પહોંચી જેલરને ‘હું અંદર હોઉ ત્‍યારે કેમ હેરાન કરો છો? બહાર નીકળો તમને જોઇ લઇશ' કહી ધમકી આપી ભાગી ગયો હતો. આ મામલે તાજેતરમાં પ્ર.નગરમાં ગુનો દાખલ થયો હતો.

દરમિયાન પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, હેડકોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નિમાવત, અનીલભાઇ જીલરીયા, કોન્‍સ. અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરાએ સાજીદ કચરાને શોધી કાઢી પ્ર.નગર પોલીસને સોંપ્‍યો હતો.

તેમજ આ ટીમે  યુનિવર્સિટી પોલીસ  સ્‍ટેશનના મારામારીના ગુનામાં ફરાર શૈલેષ ભીમાભાઇ સોલંકી (રહે. ઢેબર કોલોની મફતીયાપરા, મુળ નાગેશ્રી અમરેલી)ને પણ એલસીબી ઝોન-૨ નાસતા ફરતા સ્‍ક્‍વોડે પડકી લીધો હતો. (૧૪.૧૪)

(3:43 PM IST)