<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

રાજકોટ તાલુકા અનુસુચિત જાતિ સમુદાયિક ખેતી સહકારી મંડળીના પ્રમુખપદે રમેશભાઇ સાગઠીયાની નિમણુંક

વ્‍યવસ્‍થાપક કમીટીના સદસ્‍ય તરીકે ગીતાબેન બથવારની બહુમતી સાથે વરણી

 

રાજકોટ તા. ૧૨ : રાજકોટ તાલુકા અનુસુચિત જાતિ સમુદાયિક ખેતી સહકારી મંડળીના પ્રમુખ પદે વ્‍યવસ્‍થાપક કમીટીના સદસ્‍ય રમેશભાઇ કરશનભાઇ સાગઠીયા અને અન્‍ય એક સદસ્‍યની ખાલી પડેલ જગ્‍યા પર ગીતાબેન રમેશભાઇ બથવારની બહુમતીથી નિમણુંક જાહેર કરવામાં આવી છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવણા રાજકોટ તાલુકા અનુસુચિત જાતિ સમુદાયિક ખેતી સહકારી મંડળીના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે મંડળના પ્રમુખની જગ્‍યા ઘણા સમયથી ખાલી હતી. તેમજ અન્‍ય એક સદસ્‍ય વ્‍યવસ્‍થાપક કમીટીના સભ્‍યનું અવસાન થતા એ જગ્‍યા પણ ખાલી થઇ હતી. જેથી આ બન્ને જગ્‍યા પર નિમણુંક આપવા વિધિવત રીતે એજન્‍ડા કાઢી કમીટીની મીટીંગ બોલાવવામાં આવી હતી. બાદમાં આ બન્ને નિમણુંકો જાહેર કરવામાં આવેલ.

ઉપરાંત મંડળીના નામે અનધિકૃત, ફ્રોડ, ફર્જી લોકોને છેતરનારાઓ સામે તેમજ મંડળીના નામે ખોટી રીતે વિવિધ કચેરીઓમાં પત્રવ્‍યવહાર કરનાર તથા મંડળીના રબ્‍બર સ્‍ટેમ્‍પનો ગેરકાયદેસર ઉપયોગ કરનારાઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરવા અંગે પણ વ્‍યવસ્‍થાપક કમીટીની મીટીંગમા નિર્ણય લેવાયો હતો.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ તાલુકા અનુસુચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના આગેવાનો તેમજ નવનિયુકત પ્રમુખ રમેશભાઇ કરશનભાઇ સાગઠીયા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) (૧૬.૩)

(3:39 PM IST)