News of Friday, 12th September 2025
રસ્તાના પ્રશ્નો ઉઠાવતી કોંગ્રેસઃ કૌભાંડની માહિતી મંગાઇ
ર૦મીએ મનપાનું જનરલ બોર્ડ : ભાજપે ફરી સરકારી પ્રશ્નો કર્યા રજૂઃ ભાજપના ૧૩ નગરસેવકોના ર૦ તથા કોંગ્રેસના ૪ કોર્પોરેટરોએ ૧ર સહિત કુલ ૩ર પ્રશ્નો કર્યા રજૂઃ ભાજપના કોર્પોરેટર વર્ષાબેન રાણપરાના પ્રથમ પ્રશ્નથી ચર્ચાનો થશે પ્રારંભ

રાજકોટ, તા. ,૧૧ : મ્યુનિ. કોર્પોરેશનની દ્વિમાસીક સામાન્ય સભા આગામી તા. ૨૦ના શનીવારે સવારે ૧૧ કલાકે બોલાવવા મેયર નયનાબેન પેઢડિયાએ આજે એજન્ડા બહાર પાડયો છે. આ બોર્ડમાં કોંગ્રેસના સભ્યો રોડ,રસ્તા,સહિતના પ્રશ્રો પુછયા છે. જયારે ભાજપના નગરસેવકોએ રાબેતા મુજબના વેરાની આવક, નવા ભળેલા વિસ્તારોમાં કામગીરી, વગેરે સમાન્ય પ્રશ્ર રજુ કર્યા છે.
આગામી ૨૦મી મળનાર સભામાં ભાજપ અને કોંગ્રેસના ૧૭ નગરસેવકો દ્વારા ૩૨ ંંપ્રશ્ર રજૂ કરવામાં આવ્યા છે. આજે એજન્ડા બહાર પડયા બાદ બપોર સુધીમાં કુલ ં ૧૭ કોર્પોરેટરોએ પ્રશ્રો મૂકયા હતા. જેનો ચિઠ્ઠી ખેંચીને ડ્રો કરવામાં આવતા ભાજપના વોર્ડ નં. ૧૪ ના કોર્પોરેટર વર્ષાબેનના પ્રથમ પ્રશ્ન.
રાજકોટ મહાનગર પાલીકાને છેલ્લા ર વર્ષમાં સ્વચ્છ ભારત મીશન અંતર્ગત કેટલી ગ્રાંટ મળેલ છે અને આ ગ્રાંટમા૦થી કયા કયા કામો હાથ ધરવામાં આવેલ છે?
શહેરમાં નિયમીત પાણી વિતરણ માટે વોટર વર્કસ પ્રોજેકટ શાખા દ્વારા ચાલુ વર્ષ દરમ્યાન કયા કયા પ્રોજેકટસના કામો હાથ ધરવામાં આવનાર છે? સહીતના પ્રશ્નથી પ્રારંભ થશે.
જયારે બીજો પ્રશ્નો વોર્ડ નં. ૬ ના ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયા દ્વારા રાજકોટ મહાનગર પાલીકા પ્રોજેકટ શાખા દ્વારા કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની કઇ કઇ યોજનાઓની અમલવારી કરવાની કામગીરી કરે છે?
મહાનગરપાલીકા વેરા વસુલાત શાખાને ચાલુ વર્ષ દરમ્યાન અમલમાં મુકેલ અલી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમ હેઠળ વોર્ડ વાઇઝ કેટલા કરદાતાઓએ મિલ્કત વેરો ભરપાઇ કરેલ છે અને કેટલી આવક થયેલ છે? સહીતના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત નરેન્દ્ર ડવે વૃક્ષારોપણ તથા નવા ગાર્ડન બનાવવાનું શું આયોજન છે, આંગણવાડી તથા રૂચિતાબેન જોષીએ કોમ્પ્યુટરાઇઝડ ડેટા જાળવણી માટે કેટલી ક્ષમતાના સર્વર/ડેટા સેન્ટર ઉપલબ્ધ છે. તેમજ આ સર્વર/ડેટા સેન્ટરની નિભાવણી માટે વાર્ષિક કેટલો ખર્ચ થાય સહિતના પ્રશ્નો પુછવામાં આવ્યા છે.
કોંગ્રેસના પ્રશ્નો
જયારે આગામી મળનાર જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઇ, કોમલબેન, ભાનુબેન સોરાણી તથા મકતુલ દાઉદ દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપ સાસનમાં છેલ્લા ૧૦ વર્ષમાં કેટલા કૌભાંડો થયા છે ? કેટલા લોકોને જેલભેગા કરવામાં આવ્યા છે ? કેટલા કોર્પોરેટરો સામે પગલા લેવામાં આવ્યા છે ? કેટલા અધિકારીઓની સામે પગલા લેવામાં આવ્યા છે ? આ તમામ કૌભાંડો જનરલબોર્ડમા જાહેર કરવામાં આવે. રોડ-રસ્તા ખરાબ થયા, નવા રોડ બન્યા, વેરા, ટીપી સહિતના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા છે.(૬.૧પ)

(3:34 PM IST)










