<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

નવાગામમાં ગોડાઉનમાં ચોરીનો પ્રયાસ કરનાર ટોળકીને ક્રાઇમ બ્રાંચે પકડી

અર્ટીગા કાર ભાડે કરી પુર્વ કર્મચારી, એક સગીર સહિત પાંચ ચોરી કરવા આવ્‍યા હતાં: છાપરાના કારખાનામાંથી પણ કોપર ચોર્યો હતો

 

રાજકોટ તા. ૧૨: નવાગામમાં શ્રી રામ ટ્રેડિંગમાં ચોરીનો પ્રયાસ કરનાર મેટોડાની તસ્‍કર ટોળકીને ક્રાઈમ બ્રાન્‍ચની ટીમે દબોચી લીધી હતી. અર્ટીગા  ભાડેથી લઇને ચોરી કરવા નીકળેલા આ તસ્‍કરોએ ગ્રાઇન્‍ડરથી તાળા કાપવાનો પ્રયાસ કરતાં પડોશી જોઇ જતાં  ભાગીને છાપરા ગામે જઇ ત્‍યાં એક કારખાનામાંથી કોપર વાયર ચોરી લીધો હતો.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. પ્રદિપસિંહ જાડેજા, દિપકભાઇ ચોૈહાણ અને રાજકેશભાઇજળુને બાતમી મળતાં પ્રતાપ વાલજી ગોહેલ (ઉ.વ.૨૯ રહે. મેટોડા ગેઈટ નં.૧, ગોપાલ વેફર્સની હોસ્‍ટેલમાં, સાહીલ ગોપાલદાસ ગોંડલીયા (ઉ.વ.૨૦ રહે. મેટોડા ગેઈટ નં.૩ ની સામે, મણીદીપ મંદીરની પાછળ), સાવન મનસુખ પરમાર (ઉ.વ.૧૯ રહે. અંજલી પાર્ક, હનુમાનજીના મંદીરની આગળની શેરી, મેટોડા),  ઉદેશ ઉર્ફે ઉદય આપાભાઈ રાજાણી (ઉ.વ.૨૦ રહે. અંજલી પાર્ક, મણીરત્‍ન ટેનામેન્‍ટ, મેટોડા ગેઈટ નં.૧ અંદર) અને એક સગીરને દબોચી બાઈક અને હેન્‍ડગ્રાઈન્‍ડર મશીન કબ્‍જે કર્યું હતું. આ ટોળકીએ  નવાગામ આણંદપર ગ્રામ પંચાયતની પાછળ, રામ ટ્રેડીંગ કંપનીના ગોડાઉનના શટરનું તાળું ઈલેકટ્રીક બેટરી વાળા હેન્‍ડ ગ્રાઈન્‍ડર મશીન દ્વારા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ અહિ પડોશી જોઇ જતાં બધા ભાગ્‍યા હતાં બાદ છાપરા ગામે જઇ ચોરી કરી હતી.

ઝડપાયેલાઓમાં સાહિલ ગોંડલીયા અગાઉ શ્રીરામ ટ્રેડિંગ કંપનીમાં સેન્‍ટીંગનું કામ કરવા માટે ગયેલ હતો જેથી તેમને તે પેટીમાં પડેલ હોવાની ખબર હતી. હતી. જે બાદ તેણે કાર ભાડે કરી હતી અને સાગ્રીતો સાથે ચોરી કરવા પહોંચ્‍યોહ તો. પણ તેમાં સફળ થયો નહોતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા એસીપી ક્રાઇમ ભરત બી.બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. ડોડીયા અને ટીમે આ કામગીરી કરી હતી. (૧૪.૧૫)

(3:33 PM IST)