<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

મનપા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન તરીકે જયમીન ઠાકરના કાર્યકાળનું યશસ્‍વી બીજું વર્ષ પૂર્ણ

જયમીન ઠાકરની અધ્‍યક્ષતામાં બે વર્ષ દરમિયાન યોજાયેલ ૩૮ સ્‍ટેન્‍ડિંગ કમિટીની મીટિંગમાં કુલ રૂા.૨૭૬૯ કરોડના કામો મંજૂર થયા છેઃ આમાં પ્રતિ મીટિંગ સરેરાશ રૂા.૭૨.૮૭ કરોડના કામો તેમજ દૈનિક સરેરાશ રૂા.૩.૭૯ કરોડના કામોને લીલીઝંડી મળી : બે વર્ષના મળી રૂા.૨૭૬૯ કરોડના વિકાસકામોઃ છેલ્લા એક વર્ષમાં અભૂતપૂર્વ રૂા.૧૪૮૧ કરોડના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્‍યા

 

રાજકોટ ,તા.૧ર : ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સફળ નેતળત્‍વ હેઠળની કેન્‍દ્ર સરકાર તથા ગુજરાતના મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્‍ય સરકારના અવિરત સહયોગ અને માર્ગદર્શન સાથે રાજકોટ શહેરનો ખૂબ જ ઝડપી અને સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. આ કાર્યકાળમાં રાજકોટ મહાનગરપાલિકાની સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન તરીકે  જયમીનભાઈ ઠાકરનું યોગદાન અમૂલ્‍ય રહ્યું છે. તા. ૧૨/૦૯/૨૦૨૩થી શરૂ થયેલ તેમના કાર્યકાળના યશસ્‍વી બે વર્ષ પૂર્ણ થયા છે, જેમાં કુલ બે વર્ષના મળી રૂા.૨૭૬૯ કરોડના વિકાસકામો પૈકી છેલ્લા એક વર્ષમાં અભૂતપૂર્વ રૂા.૧૪૮૧ કરોડના વિકાસ કામો સહિત પ્રાથમિક સુવિધાના કામો મંજૂર કરવામાં આવ્‍યા છે.

આ અંગે માહિતી આપતા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્‍યું છે કે, ગત એક વર્ષ દરમિયાન રાજકોટના શહેરીજનોના વિશાળ હિતમાં સ્‍ટેન્‍ડિંગ કમિટી દ્વારા ખૂબજ મહત્‍વના નિર્ણયો કરવામાં આવ્‍યા છે, અનેક મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટ્‍સ હાથ ધરવામાં આવ્‍યા છે તેમજ અનેકવિધ લોકોપયોગી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મેયર સ્‍વ.અરવિંદભાઈ મણીયારથી વર્તમાન મેયર નયનાબેણ પેઢડીયા સહિતના તમામ પૂર્વ તથા વર્તમાન પદાધિકારીઓ દ્વારા લગાતાર વિકાસ કામો કરવાની નેમ ને ચરિતાર્થ કરતા આ શાસકોના પ્રયાસો રાજકોટના વિકાસને નવી ચાઈઓ આપી રહ્યા છે.

વિકાસ કામોની મેઘ વર્ષાઃ બે વર્ષમાં રૂા.૨૭૬૯ કરોડના કામોને મંજૂરી, છેલ્લા વર્ષમાં રૂા.૧૪૮૧ કરોડની અભૂતપૂર્વ ફાળવણી રાજકોટ મહાનગરપાલિકાના મેરેથોન વિકાસ કામોની વણથંભી વણઝાર દર્શાવતું એવું કાર્યકાળ રહ્યું છે, જેમાં જયમીન ઠાકરની અધ્‍યક્ષતામાં બે વર્ષ દરમિયાન યોજાયેલ કુલ ૩૮ સ્‍ટેન્‍ડિંગ કમિટીની મીટિંગમાં કુલ રૂા.૨૭૬૯ કરોડના કામો મંજૂર થયા છે. આમાં પ્રતિ મીટિંગ સરેરાશ રૂા.૭૨.૮૭ કરોડના કામો તેમજ દૈનિક સરેરાશ રૂા.૩.૭૯ કરોડના કામોને લીલી ઝંડી મળી છે. આ વિકાસની આંકડાકીય વિગતો રાજકોટના આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે વિસ્‍તરતા વિકાસને પ્રતિબિંબિત કરે છે.

વધુમાં, છેલ્લા એક વર્ષ દરમિયાન યોજાયેલ કુલ ૧૭ સ્‍ટેન્‍ડિંગ કમિટીની મીટિંગમાં અભૂતપૂર્વ કુલ રૂા.૧૪૮૧ કરોડના કામો મંજૂર થયા છે, જેમાં પ્રતિ મીટિંગ સરેરાશ રૂા.૮૨.૧૨ કરોડના કામો તેમજ દૈનિક સરેરાશ રૂા.૪.૦૬ કરોડના કામોને મંજૂરી મળી છે. આ વર્ષની આ નોંધપાત્ર પ્રગતિ રાજકોટના શહેરી વિસ્‍તરણને મજબૂત બનાવવા તરફના મહત્‍વના પગલાંને દર્શાવે છે.

જયમીન ઠાકરની અધ્‍યક્ષતામાં આ મીટિંગોમાં લેવાયેલા નિર્ણયો શહેરના આંતરમાળખાકીય વિકાસને વેગ આપી રહ્યા છે, જેમાં રસ્‍તા, બ્રીજ, પાણી પુરવઠા અને અન્‍ય પ્રાથમિક સુવિધાઓનો સમાવેશ થાય છે. આ કાર્યકાળ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં આવકના નવાસ્ત્રોતો ભા કરવા પર ભાર મૂકવામાં આવ્‍યો છે, જેથી મહાનગરપાલિકા ‘આત્‍મનિર્ભર' બની શકે અને શહેરીજનોને વધુ સારી રીતે ગુણવત્તાસભર સેવાઓ પ્રદાન કરી શકાય.

પર્યાવરણીય જાગળતિ અને વળક્ષારોપણ યોજનાઓઃ ૯૦૪૭ વળક્ષોનું વાવેતર, બિલ્‍વ વળક્ષ સંવર્ધન ત્રિદલ યોજના હેઠળ ૧૬૭ વળક્ષો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને જૈવવિવિધતા વધારવા માટે અનેક પહેલુઓ અપનાવવામાં આવ્‍યા છે, જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રાજકોટ શહેરમાં જન્‍મનાર પ્રત્‍યેક બાળકો/બાળકીઓના નામે તેમજ એડવાન્‍સ મિલ્‍કતવેરો ભરપાઈ કરનાર દિવ્‍યાંગો, એક્‍સ આર્મીમેન મિલકતધારકોના નામે વળક્ષારોપણ યોજના અંતર્ગત આજદિન સુધીમાં કુલ ૯૦૪૭ વળક્ષોનું વાવેતર કરવામાં આવ્‍યું છે. આ યોજના શહેરીજનોને પર્યાવરણ પ્રત્‍યે જવાબદાર બનાવવાનો પ્રયાસ છે, જેમાં નવજન્‍મનાર બાળકોના નામે વળક્ષો વાવીને ભવિષ્‍ય પેઢીઓ માટે લીલું કવર વધારવામાં આવે છે.

વધુમાં, એડવાન્‍સ વેરો ભરનારા વિશેષ વર્ગો જેવા કે દિવ્‍યાંગો અને એક્‍સ આર્મીમેનને પણ આ યોજનામાં સમાવેશ કરીને તેમના યોગદાનને માન આપવામાં આવ્‍યું છે. આ યોજના શહેરમાં હરિયાળી વધારવા અને કાર્બન ઉત્‍સર્જન ઘટાડવા માટે મહત્‍વની ભૂમિકા ભજવી રહી છે.

તેમજ, બિલ્‍વ વળક્ષ સંવર્ધન - ત્રિદલ યોજના અંતર્ગત શહેરના જુદા-જુદા ૧૩૮ શિવાલયોમાં કુલ ૧૬૭ બિલ્‍વ વળક્ષોનું વાવેતર કરવામાં આવ્‍યું છે. આ યોજના ધાર્મિક અને પર્યાવરણીય મૂલ્‍યોને જોડીને શહેરના શિવમંદિરોને લીલું આવરણ પૂરું પાડે છે, જેમાં બિલ્‍વ વળક્ષોનું મહત્ત્વ ધાર્મિક ગ્રંથોમાં વર્ણવાયેલ છે. આ પહેલથી શહેરના વિસ્‍તારોમાં જૈવવિવિધતા વધી છે અને ધાર્મિક સ્‍થળોનું સૌંદર્ય વધુ વધારી દેવામાં આવ્‍યું છે. આ બંને યોજનાઓ શ્રી જયમીન ઠાકરની અધ્‍યક્ષતામાં સ્‍ટેન્‍ડિંગ કમિટીના મહત્‍વના નિર્ણયોનું પરિણામ છે, જે શહેરને લીલું અને જીવંત બનાવવા તરફ વધી રહ્યું છે.

લોકોપયોગી સેવાઓ અને સુવિધાઓમાં વધારોઃ વોર્ડવાઈઝ આધાર કેન્‍દ્રો, વિનામૂલ્‍યે પ્રમાણપત્રો અને ફ્રી મુસાફરી યોજના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સરળ અને નજીકની સેવાઓ પૂરી પાડવા માટે વિવિધ પહેલુઓ અમલમાં મુકાયા છે, જેમાં વોર્ડવાઈઝ આધાર કેન્‍દ્રો કાર્યરત થવાથી લોકોને નજીકમાં જ આધાર લગત સેવાઓ ઉપલબ્‍ધ થતા સુવિધામાં વધારો થયો છે. આ કેન્‍દ્રો દ્વારા નાગરિકોને વોર્ડ સ્‍તરે જ જન્‍મ-મરણ નોંધણી, વેરા વસૂલાત અને અન્‍ય મહત્‍વની સેવાઓ મળી રહી છે, જેથી તેમને મુખ્‍ય ઓફિસો તરફ જવાની જરૂરિયાત ઘટી છે. આ પગલું શહેરના વિસ્‍તારોમાં સેવાઓની પહોંચ વધારવા માટે મહત્‍વનું છે.

વધુમાં, જન્‍મ/મરણ પ્રમાણપત્ર પ્રથમ પાંચ નકલ વિનામૂલ્‍યે યોજના અંતર્ગત ૫૩૧૭ જન્‍મનોંધ પ્રમાણપત્ર તેમજ ૨૫૩૯ મરણ નોંધ પ્રમાણપત્ર વિનામૂલ્‍યે આપવામાં આવ્‍યા છે. આ યોજના નાગરિકોને વહેલી અને સરળતાથી દસ્‍તાવેજો મેળવવામાં મદદ કરે છે, જેમાં પ્રથમ પાંચ નકલો મફત આપીને વધુ પ્રતિસાદ મળ્‍યો છે. તેમજ, સીનીયર સિટીઝન, દિવ્‍યાંગો, થેલેસેમિયાગ્રસ્‍ત, જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્‍તને સીટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં ફ્રી મુસાફરી યોજના અંતર્ગત કુલ ૪૨૮૩૭ નાગરિકોને ફ્રી મુસાફરીના પાસ ઇસ્‍યુ કરવામાં આવ્‍યા છે. આ યોજના વિશેષ જરૂરિયાતવાળા વર્ગોને મુસાફરીમાં સરળતા પૂરી પાડે છે, જેમાં વળદ્ધો, દિવ્‍યાંગો અને રોગીઓને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ તમામ સેવાઓ જયમીન ઠાકરની અધ્‍યક્ષતામાં સ્‍ટેન્‍ડિંગ કમિટીના નિર્ણયોનું પરિણામ છે, જે શહેરીજનોના રોજિંદા જીવનને સરળ બનાવી રહી છે.

સરકારી સહયોગ અને આંતરમાળખાકીય વિકાસઃ રૂા.૨૬૧ કરોડથી વધુ ગ્રાન્‍ટની ઐતિહાસિક ફાળવણી, છેલ્લા વર્ષના મંજૂર કામોની વિગતવાર ઝલક ચેરમેનશ્રી સહિતના પદાધિકારીઓની માન. મુખ્‍યમંત્રીને સફળ રજૂઆતનું પરિણામ એવું કે, રાજકોટ શહેરને ગત છ માસ દરમિયાન આંતરમાળખાકીય સુવિધાઓ, શહેરી સડક યોજના તેમજ આઉટગ્રોથ વિસ્‍તારના વિકાસ કામો તથા જનભાગીદારી યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાંજ અત્‍યાર સુધીની સૌથી વધુ ગ્રાન્‍ટની ફાળવણી થઈ છેઃ રૂા.૨૬૧ કરોડથી વધુ રકમની ઐતિહાસિક ફાળવણી. આ ફાળવણી રાજકોટના વિસ્‍તરતા વિસ્‍તારોમાં સુવિધાઓ વધારવા માટે મહત્‍વની છે, જેમાં શહેરી સડકો, આઉટગ્રોથ વિસ્‍તારો અને જનભાગીદારી યોજનાઓનો સમાવેશ થાય છે. આ સહયોગથી શહેરના વિકાસને નવી દિશા મળી છે.

ગત એક વર્ષ દરમિયાન ચેરમેનશ્રી જયમીન ઠાકરની અધ્‍યક્ષતામાં રાજકોટ મહાનગરપાલિકાની સ્‍ટેન્‍ડિંગ કમિટી દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન અંદાજે રૂા.૧૪૮૧ કરોડના જુદા જુદા વિકાસલક્ષી કામો તથા લોકોની પ્રાથમિક સુવિધાના કામો મંજૂર કરવામાં આવ્‍યા છે. આમાં રૂા.૪૭૬.૪૭ કરોડના ખર્ચે રસ્‍તાકામ, રૂા.૨૪૦.૦૪ કરોડના ખર્ચે બ્રીજ બનાવવાના કામ, રૂા.૧૩૯.૩૩ કરોડના ડી.આઇ. પાઇપલાઇનના કામો, રૂા.૯૦.૯૦ કરોડના ખર્ચે ડ્રેનેજના કામ, રૂા.૭૬.૩૧ કરોડના ખર્ચે વોટરવર્ક્‍સ વિભાગ હસ્‍તકના જુદા જુદા પમ્‍પિંગ સ્‍ટેશનોની મશિનરીના ઓગમેન્‍ટેશન તથા કોમ્‍પ્રિહેન્‍સિવ મેઇનટેનન્‍સ તેમજ રાજકોટ શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં પાઇપલાઇન બદલવાના કામ, રૂા.૪૮.૨૮ કરોડના ખર્ચે જુદા-જુદા વિસ્‍તારમાં નવી વોર્ડ ઓફિસો બનાવવા તથા નવિનીકરણના કામો, રૂા.૩૨.૫૪ કરોડના ખર્ચે નવી ઝોન ઓફિસ, રૂા.૨૬.૭૨ કરોડના ખર્ચે નવુ સ્‍પોર્ટ્‍સ સંકુલ, રૂા.૧૭.૦૧ કરોડના ખર્ચે આવાસ યોજના નવિનીકરણ, રૂા.૧૬.૫૪ કરોડના ખર્ચે નવી લાયબ્રેરી બનાવવા તથા નવિનીકરણના કામ, રૂા.૧૬.૩૪ કરોડના ખર્ચે કોમ્‍યુનિટી હોલના કામ, રૂા.૧૫.૯૪ કરોડના ખર્ચે નવા આરોગ્‍ય કેન્‍દ્ર, રૂા.૮.૬૦ કરોડના ખર્ચે નવી શાળા બનાવવા તથા નવિનીકરણના કામ, રૂા.૧૦.૫૩ કરોડના ખર્ચે ત્રણેય ઝોનમાં એક-એક પાર્ક પ્‍લોટ બનાવવાના કામ, તેમજ રૂા.૩.૨૬ કરોડના ખર્ચે મેડિસીન સ્‍ટોર તથા વેક્‍સીન સેન્‍ટર, રૂા.૨.૬૬ કરોડના ખર્ચે નવી આંગણવાડી બનાવવાના કામ, રૂા.૨.૧૫ કરોડના ખર્ચે તાાનગળહ નવિનીકરણના કામોનો સમાવેશ થાય છે. આ તમામ કામો શહેરની પ્રાથમિક સુવિધાઓને મજબૂત કરીને રાજકોટને વધુ વિકસિત બનાવવા તરફ વધી રહ્યા છે.(૯.ર૬)

(4:04 PM IST)