તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th September 2025
રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર સ્વીકારતા ગુરૂકુલના શિક્ષક હિતેષ ભૂંડિયા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિજેતા શિક્ષકોને અભિનંદન આપ્યા

રાજકોટ ગુરૂકુલના શિક્ષક શ્રી હિતેષભાઇ ભૂંડિયાએ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુના હસ્તે પુરસ્કાર મેળવેલ તેમજ પ્રતિનિધિ મંડળમાં સામેલ થઇ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે મુલાકાત કરેલ તે પ્રસંગની તસ્વીર. તેમને રાજકોટ ગુરૂકુળના વડા શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ આશીર્વાદ આપ્યા હતાં.
રાજકોટ તા. ૧ર :.. નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજી ના હસ્તે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર ૨૦૨૫ એનાયત થયાં. આ વર્ષે દેશભરમાંથી પસંદ કરાયેલા શાળા કક્ષાના ૪૫ શિક્ષકોને આ સન્માન મળ્યું, જેમાં ગુજરાતના બે શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. ગર્વની વાત છે કે આ નામોમાં એક નામ દ્વારકાના વતની અને હાલ રાજકોટની સુપ્રસિદ્ધ શાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના વિજ્ઞાન શિક્ષક શ્રી હિતેશકુમાર પ્રવીણચંદ્ર ભૂંડિયાનું પણ છે. તારીખ ૫ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે રાષ્ટ્રીય મંચ પર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના શિક્ષકનું કાર્ય વિડિયો ના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવ્યું તેમજ ભારતના મહામાહિમ રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મૂર્મૂજી ના હસ્તે નેશનલ બેસ્ટ ટીચર એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો તે સમયે સમગ્ર ગુરુકુલ પરિવારમાં હર્ષોલ્લાસ છવાયો હતો. (હિતેષભાઇનો મો. ૯૩૭૭૧ ૪૧પ૪૩)
શિક્ષકદિનની પૂર્વ સંધ્યાએ તા.૦૪ સપ્ટેમ્બર ૨૦૨૫ સાંજે ૫ વાગ્યે રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ ૨૦૨૫ માટે પસંદ કરાયેલા તમામ શિક્ષકોને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી મળ્યા. તેમજ ૪૫ પૈકીના ૬ જેટલા પસંદગીના શિક્ષકો સાથે તેઓના કાર્ય અંગે ચર્ચા કરી જેમાં ગુજરાત અને રાજકોટ ગુરુકુળના શિક્ષકશ્રી ભૂંડિયા એ પોતે કરેલા વિજ્ઞાન સંશોધન કર્યોની વિગતો રજૂ કરી. આ દરમિયાન, માન. શ્રી મોદીજીએ શિક્ષકોના કાર્યની પ્રશંસા કરી અને કહ્યું કે નવી પેઢીના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ દરેક શિક્ષકને વ્યક્તિગત રીતે અભિનંદન પાઠવ્યા હતા.
શિક્ષક દિવસની સંધ્યાએ ભારતના કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, રાજ્યકક્ષાના ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય મંત્રી શ્રી જૈન ચૌધરીજી તથા રાજ્ય સ્તરના શિક્ષણ મંત્રી શ્રી મજમુદારજી ના હસ્તે તમામ નેશનલ એવોર્ડી શિક્ષકોનું સન્માન તથા અભિવાદન કરવામાં આવ્યું હતું.
National Teachers’ Award ૨૦૨૫ વિજેતા શ્રી હિતેશકુમાર પ્રવીણચંદ્ર ભુંડિયાએ ૧૯૯૭ થી ૨૦૦૦ દરમિયાન રાજકોટના પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રમાં જુનિયર વૈજ્ઞાનિક તરીકે શૈક્ષણિક કારકિર્દી શરૂ કરી હતી. અને ૨૦૦૨ થી રાજકોટના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં વિજ્ઞાન શિક્ષક તરીકે સેવા આપે છે.
રાજકોટ ગુરુકુળના એક વિદ્યાર્થીને કોટન સ્પિનિંગ મશીન માટેના તેના પ્રોટોટાઇપ મોડેલ માટે સંશોધન પેટન્ટ મળી છે અને ઘણા વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરના વિજ્ઞાન મેળાઓમાં પાંચ વખત ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. - રાષ્ટ્રીય સ્તરના વિજ્ઞાન મેળાઓમાં બાર વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે - રાજ્ય સ્તરના વિજ્ઞાન મેળાઓમાં - જિલ્લા સ્તરના વિજ્ઞાન મેળાઓમાં અનેક વખત શાળા અને રાજકોટનું પ્રતિનિધિત્વ કર્યું છે. સ્વામિનારાયણ ગુરુકુલના ગુરુ મહારાજ શ્રીદેવકળષ્ણદાસજી સ્વામીએ હિતેશભાઈ ભૂંડીયાનું અભિવાદન કર્યું હતું.
(2:04 PM IST)










