<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

હેલ્‍મેટના કાયદાનો વિરોધ કરતા સામાજીક સંગઠનના ચાર સભ્‍યોની અટકાયત .:જુઓ વિડીયો

ત્રીકોણબાગ પાસે એ-ડીવીઝન પોલીસે વિરોધ પ્રદર્શન કરતા ચાર ને પકડી કાર્યવાહી કરી

રાજકોટઃ શહેરમાં હેલ્‍મેટના કાયદાની અમલવારી શરૂ કરવામાં આવ્‍યાબાદ ઠેરઠેર પોલીસ-વાહન ચાલકો વચ્‍ચે બબાલ અને આ સામે વાહન ચાલકોમાં રોષ જોવા મળ્‍યો હતો. આ કાયદાને રદ કરવા માટે શહેરના જુદા-જુદા સામાજીક સંગઠનો સહિતના લોકોએ વિરોધ વ્‍યકત કર્યો છે. આજે ત્રીકોણબાગ ખાતે શહેરના જુદા-જુદા સંગઠનોના લોકો અને સામાજીક કાર્યકર કાનાભાઇ કુબાવત તથા સભ્‍યોએ હેલ્‍મેટનો કાયદો શહેરમાંથી રદ કરો, તંત્રનો એક જ નિયમ ખાડામાં ભલે મરો પણ હેલ્‍મેટનો દંડ જરૂરથી ભરો સહિતના બેનરો સાથે વિરોધ કરતા એ-ડીવીઝન પોલીસે મથકના પી.એસ.આઇ. બી.આર. સાવલીયા તથા સ્‍ટાફે ત્રીકોણબાગ પાસેથી પકડી લઇ અટકાયતી પગલા લેવાયા હતા.(તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

(3:46 PM IST)