News of Wednesday, 10th September 2025
વાહ... રાજકોટમાં હવા પ્રદુષણ ૧ વર્ષમાં ૪૦ ટકા ઘટયું
કેન્દ્ર સરકારના ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૫'માં, સમગ્ર ભારતમાં ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા ૪૮ શહેરોમાં રાજકોટ ૧૫માં ક્રમે હવાની ગુણવત્તાની ચકાસણી કરવા માટેના ઓટોમેટિક યંત્ર સીએએકયુએમએસનું આવતીકાલે મવડીમાં સ્પોટર્સ કોમ્પ્લેક્સ ખાતે ઉદઘાટન

રાજકોટ, તા. ૧૦ : National Clean Air Programme (NCAP) અંતર્ગત મીનીસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ કલાઈમેટ ચેન્જ મંત્રાલય, દિલ્હી દ્વારા કરાયેલા ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૫'માં, સમગ્ર ભારતમાં ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા ૪૮ શહેરોમાં રાજકોટએ ૧૫મો ક્રમ મેળવ્યો. વર્ષ-૨૦૨૪માં રાજકોટ ૧૯માં ક્રમે હતું, જ્યારે વર્ષ-૨૦૨૫માં રાજકોટ શહેરએ ૧૫મો ક્રમ પ્રાપ્ત થયેલ છે, તેમ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સેનિટેશન સમિતિ ચેરમેન નીલેશભાઈ જલુએ જણાવ્યું હતું.
છેલ્લા ચાર વર્ષોમાં રાજકોટની PM ૧૦ સ્તરમાં ૪૦ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયેલ છે, જે ૧૫૦ µg/m³થી ઘટીને ૮૯ µg/m³ થયું છે. (PM ૧૦નો અર્થ છે નાના ધૂળના રજકણો જે ફેફસાંની અંદર ઊંડે સુધી પહોંચી શકે છે.)
આ સફર ઘણા મહત્વપૂર્ણ નવીનતા અને નાગરિક-કેન્દ્રિત હસ્તક્ષેપોથી નિર્ધારિત રહી છે. રાજકોટમાં તેના મોનિટરિંગ નેટવર્કને મજબૂત બનાવ્યું છે. ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ મવડીમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે Continuous Ambient Air Quality Monitoring Station (CAAQMS)નું ઉદઘાટન કરવામાં આવશે, તદઉપરાંત રાજકોટમાં ૫ મેન્યુઅલ મશીનો હવાની ગુણવત્તા મોનિટર કરે છે. આ મશીન નેટવર્ક હવાની ગુણવતા માટે વૈજ્ઞાનિક માહિતી પૂરું પાડે છે.
નાકરાવાડી ડમ્પસાઈટ ખાતે ૩૫ એકર જમીનમાં મિયાવાકી જંગલ વિકસાવ્યું છે. ઉપરોક્ત આ જગ્યામાં કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરી વળક્ષોના વાવેતર માટે યોગ્ય બનાવીને તેનો પુનઃઉપયોગ કર્યો. રાજકોટની નાકરાવાડી ડમ્પસાઈટ તથા જાહેર સ્થળોએ ૬.૯૫ લાખથી વધુ વળક્ષો વાવવામાં આવ્યા છે, જે હરિયાળી અને સ્થિતિ સ્થાપકતા વધારવામાં મદદ કરે છે.
જાહેર પરિવહનમાં સૌથી મોટો બદલાવ આવ્યો છે, ઈલેક્ટ્રિક અને CNG બસોની શરૂઆત સાથે. દર મહિને ૧૫ લાખથી વધુ નાગરિકોઆ સ્વચ્છ પરિવહનનો ઉપયોગ કરે છે. હાલ શહેર પાસે ૧૨૫ ઈ-બસો અને ૧૦૦ CNG બસો, સાથે ૩ સ્ટેશનો ખાતે ૧૧૦ ચાજીંગ પોઈન્ટ ઉપલબ્ધ છે.
રાજકોટનુ સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુધારેલું સ્થાન માત્ર આંકડો નથી ラ તે છે શહેરની એવી કહાની, જેણે નવીનતા, જવાબદારી અને નાગરિક સહભાગિતાને અપનાવીને સ્વચ્છ હવા સર્જી છે. ઘનિષ્ઠ વળક્ષારોપણ, દરેક સ્વચ્છ બસ, દરેક પેવર રોડ અને દરેક નાગરિકોના પ્રયત્ન રાજકોટને વિશ્વાસપૂર્વક આગળ ધપાવી રહ્યો છે, એક સ્વસ્થ અને સ્થિતિ સ્થાપક ભવિષ્ય તરફ.
(3:39 PM IST)










