તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
એસટી બસ પોર્ટમાં હાર્ટએટેકથી પાણીપુરીના ધંધાર્થી વૃધ્ધનું મોત
બીરેનભાઇ જોષી અમરેલી ચલાલાથી રાજકોટ સગાના મળવા આવતા'તાં: બસમાંથી ઉતર્યા ત્યાં જ ઢળી પડયા

રાજકોટ તા. ૧૦: એસટી બસ પોર્ટમાં બસમાંથી ઉતરેલા અમરેલીના ચલાલાના વૃધ્ધનું બેભાન થઇ જતાં મૃત્યુ થયું હતું. જાણવા મળ્યા એસટી બસ પોર્ટમાં એક અજાણ્યા વૃધ્ધ એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અીહ મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસ કરતાં મૃતક પાસેથી મળેલા મોબાઇલ ફોન, કાગળોને આધારે તેમની ઓળખ થઇ હતી. રાજકોટ રહેતાં તેમના સગા હોસ્પિટલે પહોંચ્યા હતાં અને મૃતક વૃધ્ધનું નામ બીરેનભાઇ લૈયારામ જોષી (ઉ.વ.૬૩) હોવાનું ખુલ્યું હતું.
વધુ વિગતો મુજબ મૃત્યુ પામનાર વૃધ્ધ મુળ એમપીના વતની હતાં. અગાઉ રાજકોટ રહેતાં હતાં અને હાલ ચલાલા રહી પાણીપુરીનો ધંધો કરતાં હતાં. તેમને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. રાજકોટ કુટુંબી ભાઇને ત્યાં આવવા બસમાં બેઠા હતાં. રાજકોટ બસ પોર્ટમાં બસમાંથી ઉતર્યા બાદ તબીયત બગડતાં બેભાન થઇ ગયા હતાં અને મૃત્યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાની શક્યતા જણાવાઇ હતી.
ચુનારાવાડના દિનેશભાઇનું બેભાન હાલતમાં મોત
ચુનારાવાડ શેરી નં. ૭માં રહેતાં દિનેશભાઇ રૂપાભાઇ જોગરાણા (ઉ.વ.૩૨) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને કરવામાં આવી હતી. તેમને કેન્સરની બિમારી હોવાનું સગાએ જણાવ્યું હતું. (૧૪.૧૦)
(3:37 PM IST)










