<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખમાં ૧ લાખ વિદ્યાર્થીઓને જોડવાનું લક્ષ્યઃ ઇસુદાન ગઢવી

રાજકોટ ગ્રામ્‍યના નવા જનસંપર્ક કાર્યાલયનો સાંજે ઇસુદાન ગઢવીના હસ્‍તે શુભારંભ : આ વિદ્યાર્થી સંગઠનનો હેતુ વિદ્યાર્થીઓને વૈકલ્‍પીક રાજકારણની મુખ્‍ય ધારામાં જોડવાનો : આપના પ્રદેશ પ્રમુખના હસ્‍તે રીલોન્‍ચીંગ

રાજકોટ, તા.૧૦: આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં વિદ્યાર્થી પાંખનું રીલોન્‍ચિંગ કરવામાં આવ્‍યું છે. જેમાં CYSSને રિલોન્‍ચ કરીને ASAP એસોસિએશન ઓફ સ્‍ટુડન્‍ટસ ફોર ઓલ્‍ટરનેટિવ પોલિટિક્‍સ કરવામાં આવશે. જેને દિલ્‍હી, પંજાબ, હરિયાણામાં લોન્‍ચ કર્યા બાદ ગુજરાત પ્રદેશ કક્ષાનું લોન્‍ચિંગ AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવીના હસ્‍તે આજે રાજકોટ એન્‍જિનિયરિંગ એસોસિએશન ઓડિટોરિયમ હોલ, ભક્‍તિનગર સ્‍ટેશન પાસે, રાજકોટ ખાતે કરવામાં આવ્‍યું હતું.

આ તકે ઇસુદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે વિદ્યાર્થી પાંખમાં ૧ લાખ વિદ્યાર્થીઓને જોડવાનું લક્ષ્ય છે.

આમ આદમી પાર્ટીના આ વિદ્યાર્થી સંગઠનનો હેતુ વિદ્યાર્થીઓને વૈકલ્‍પિક રાજકારણની મુખ્‍ય ધારામાં જોડવાનો છે, તેમનાં પ્રશ્નો શિક્ષણ, રોજગાર, સમાન તકો અને સુશાસન માટે સશક્‍ત અવાજ ઊભો કરવાનો, વિદ્યાર્થી શક્‍તિને મજબૂત બનાવીને દેશને આગળ લઈ જવામાં સહભાગી બનવાનો છે.  આ ઐતિહાસિક અવસર પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ ઇસુદાનભાઇ ગઢવી, સામતભાઈ ગઢવી, મંત્રી અજીતભાઈ લોખીલ, શિવલાલભાઈ બારસીયા, જીતુભાઈ ઉપાધ્‍યાય, વિદ્યાર્થી નેતા સુરજ બગડા, ધાર્મિક માથુકીયા વગેરે પ્રદેશ તેમજ સ્‍થાનિક આગેવાનો સહિત બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહયા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન આમ આદમી પાર્ટી રાજકોટ વિદ્યાર્થી વિગના સુરજ બગડા, કેયુર દેસાઈ, પ્રણવ ગઢવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્‍યું હતું. આમ આદમી પાર્ટી તરફથી સમગ્ર પ્રદેશના વિધાર્થીઓને હાકલ કરવામાં આવી છે કે, બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ નવી પાંખમાં  ઐતિહાસિક ક્ષણના સાક્ષી બને અને વિદ્યાર્થી શક્‍તિના આ નવા પ્રેરણાષાોતમાં જોડાય.

રાજકોટ શહેર-જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજે બુધવાર ના રોજ વિધાનસભા ૭૧ રાજકોટ ગ્રામ્‍યના નવા જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્‍યક્ષ ઇસુદાનભાઈ ગઢવીના હસ્‍તે આજે સાંજે ૫ વાગ્‍યે ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી ચોકડીથી રાધે હોટેલની વચ્‍ચે, સંસ્‍કાર હાઈટ્‍સની સામે,રાજકોટ ખાતે કરવામાં આવશે.

(4:02 PM IST)