તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
સરગમ ક્લબ દ્વારા ૨૧ સપ્ટેમ્બરે ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પનું આયોજનઃ સૌરાષ્ટ્રના દર્દીઓને મળશે વિનામૂલ્યે સારવાર
સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિવસ નિમિત્તે માનવસેવા કાર્યનું આયોજનઃ અનેક સંસ્થાઓ, વ્યક્તિઓનો સહયોગ

રાજકોટઃ સરગમ ક્લબ, અશોક ગોંધિયા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્વ. સવિતાબેન છગનભાઈ પટેલ (ફીલ્ડ માર્શલ)ના સંયુક્ત ઉપક્રમે, એક ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ રવિવારે, કોટક સ્કૂલ, મોટી ટાંકી ચોક, રાજકોટ ખાતે સવારે ૮:૩૦ કલાકે યોજાશે. કેમ્પમાં રાજકોટના ૮૦થી વધુ નામાંકિત તબીબો ૩૦ જેટલા વિવિધ રોગોનું નિદાન અને સારવાર વિનામૂલ્યે કરશે.
સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિવસ નિમિત્તે આ માનવસેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યમાં અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓનો સહયોગ મળ્યો છે, જેમાં આર.બી. કોઠારી, કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, મહાવીર સેવા ટ્રસ્ટ, બાન લેબ્સ, જે.વી. શેઠીયા ચેરિટેબલ ટ્રસ્ટ, અને રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મુખ્ય છે.
આ ઉપરાંત, રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આંખના દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા, આંખના ઓપરેશન અને નેત્રમણિની સુવિધા પૂરી પાડવામાં આવશે.
આ કેમ્પમાં દર્દીઓને નિદાન ઉપરાંત, ૧૦ દિવસની દવાઓ, સોનોગ્રાફી, લેબોરેટરી ટેસ્ટ, એક્સ-રે અને કાર્ડિયોગ્રામ જેવી તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.
ફેમિલી ફિઝિશિયનઃ ડો.નવલભાઈ શિલુ, ડો. જયેશભાઈ રાજ્યગુરુ, ડો. રશ્મીભાઈ ઉપાધ્યાય, ડો. વી.બી. કાસુન્દા
ર્ં આંતરડા અને પેટના નિષ્ણાતઃ ડો.અંકીતભાઈ માંકડિયા, ડો.ચેતનભાઈ મહેતા, ડો. પારસભાઈ શાહ
આંખના સર્જનઃ ડો.ભાર્ગવભાઈ કારિયા, ડો.અલ્પેશભાઈ ખેરડીયા, ડો. રમેશભાઈ સોલંકી, ડો. રેખાબેન ગોસલીયા
હૃદય અને જનરલ ફિઝિશિયનઃ ડો. અમિતભાઈ હપાણી, ડો.પારસભાઈ શાહ, ડો.રાજેશભાઈ તેલી, ડો.વિરુતભાઈ પટેલ, ડો.જીગ્નેશભાઈ દોશી, ડો. વિરલભાઈ જીવરાજીણી, ડો. કમલભાઈ પરીખ, ડો.જયેશભાઈ ડોબરિયા
માનસિક રોગ નિષ્ણાતઃ ડો. ભાવેશભાઈ કોટક, ડો. પરેશભાઈ શાહ, ડો.રાજેષભાઈ રામ, ડો.વિમલભાઈ સોમૈયા, ડો.અંકિતભાઈ પટેલ
ઓર્થોપેડિક સર્જનઃ ડો. હિરેનભાઈ કોઠારી, ડો.નિશીથભાઈ સંઘવી, ડો. નીલભાઈ ગોહિલ, ડો.શ્યામભાઈ ગોહિલ, ડો.ડી.કે. શાહ
સ્ત્રી રોગ નિષ્ણાતઃ ડો.જ્યોતિબેન પરમાર, ડો.જીજ્ઞાબેન ગણાત્રા, ડો. ત્રજુતાબેન ગરાલા, ડો.નીતાબેન ઠક્કર, ડો. દર્શનાબેન પંડ્યા
પેથોલોજીઃ ડો.ઋત્વીબેન તેલી, ડો. અતુલભાઈ પંડ્યા
કિડની-યુરોલોજીસ્ટ ફિઝિશિયનઃ ડો. દેનીશભાઈ સાવલિયા, ડો. કૃણાલભાઈ કુંડલિયા, ડો.દિવ્યેશભાઈ વિરોજા
ન્યુરો સર્જનઃ ડો. પ્રકાશભાઈ મોઢા, ડો. રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ડો. કાન્તભાઈ જોગાણી, ડો.પુનિતભાઈ ત્રિવેદી, ડો. સિધ્ધાર્થભાઈ જોષી, ડો.સારીકાબેન પાટીલ
જનરલ સર્જનઃ ડો.પ્રતિકભાઈ ખાંડલ, ડો.સંદિપભાઈ હરસોરા, ડો. પ્રતિકભાઈ રાવલ
પ્લાસ્ટિક સર્જનઃ ડો.ભૌમિકભાઈ ભાયાણી, ડો.હિતેશભાઈ ધ્રુવ
કેન્સર વિભાગઃ ડો.બબિતાબેન હપાણી, ડો.રાજેશભાઈ માંકડીયા, ડો. ગૌતમભાઈ માંકડિયા, ડો.મીનુંચંદ્ર શાશ્વત, ડો.સુહાસભાઈ શાશ્વત, ડો. રામકૃષ્ણ એન.
દાંતના સર્જનઃ ડો. તેજસભાઈ ત્રિવેદી, ડો.કૃપાબેન ઠક્કર, ડો.નીકિતાબેન માકડિયા, ડો.બ્રિજેશભાઈ સોની, ડો. રથિનભાઈ ભીંડી
બાળકોના નિષ્ણાતઃ ડો. તેજસભાઈ ત્રિવેદી, ડો.તેજસભાઈ હપાણી, ડો. પ્રિતેશભાઈ રાઠોડ, ડો.તુષારભાઈ ઝાલાવડીયા, ડો. મૌલિકભાઈ કોટડીયા
ઈ.એન.ટી. સર્જનઃ ડો. હીમાંશુભાઈ ઠક્કર, ડો.શાદ લાલાણી, ડો. પી.આર. જૈન, ડો.દીપેશભાઈ ભાલાણી, ડો.મનસુખભાઈ રંગાણી, ડો.ભરતભાઈ કાકડિયા, ડો.મનાલીબેન કાકડિયા
ત્વચા નિષ્ણાતઃ ડો.પી.એમ. રામોતીયા, ડો.હેમાંગભાઈ દેસાઈ, ડો. ભાવેશભાઈ દેવાણી, ડો.ચેતનભાઈ લાલસેતા, ડો.સુરેશભાઈ જોષીપુરા
હોમિયોપેથિકઃ ડો. એમ.જે. મેઘાણી ડાયાબિટીસ/એન્ડોક્રાઈનોલોજિસ્ટઃ ડો. તપનભાઈ પારેખ, ડો. બ્રીજભાઈ તેલી
ફિઝિશિયનઃ ડો. કપિલભાઈ રાઠોડ, ડો. જીમીભાઈ શરેરિયા, ડો. સાવનભાઈ છતોલા, ડો. પીનલબેન તેલી
ન્યુરો ફિઝિશિયનઃ ડો.સુધીરભાઈ શાહ, ડો.કુમિલભાઈ કોઠારી, ડો. રોશનભાઈ મીસ્ત્રી
જનરલ ડોક્ટરઃ ડો. વંદનાબેન ડાંગર, ડો.રીધ્ધીબેન વાગડિયા, ડો. સૂર્યપ્રકાશભાઈ ચૌધરી, ડો. નિરૂપાબેન વૈધ, ડો.વિભૂતિબેન રોકડ, ડો. સુભાષભાઈ પટેલ, ડો. શિલ્પાબેન દેપાણી, ડો. નીતાબેન બુદ્ધદેવ, ડો. ફાલ્ગુનીબેન મહેતા, ડો. નિરૂપમાબેન વૈધ, ડો. વૈશાલીબેન ઠક્કર, ડો. અમરભાઈ ઠક્કર
વ્યવસ્થાપન અને અપીલઃ આ કેમ્પના વ્યવસ્થાપન માટે સરગમ પરિવારના ચેરમેન શ્રી વજુભાઈ વાળાનું માર્ગદર્શન મળી રહ્યું છે. ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ અને તેમની ટીમ જેમાં મૌલેશભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા અને ૧૫૦થી વધુ સભ્યોની કમિટી જહેમત ઉઠાવી રહી છે. આ કેમ્પના પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે ડો. રાજેશભાઈ તૈલી, ડો.અમીતભાઈ હપાણી, ડો.પારસભાઈ શાહ, ડો. કમલભાઈ પરીખ, ડો.રશ્મીભાઈ ઉપાધ્યાય, ડો.નવલભાઈ શીલુ, અને ડો.અતુલભાઈ પંડ્યા સેવા આપી રહ્યા છે.
કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ સીધા જ કોટક સ્કૂલ, મોટી ટાંકી ચોક, રાજકોટ ખાતે તા.૨૧ સપ્ટેમ્બરના રોજ સવારે ૮:૩૦ વાગ્યે પહોંચી જવું. કેમ્પના સ્થળ પર જ દર્દીઓના કેસ કાઢવામાં આવશે તેમ સંસ્થાએ જણાવ્યું છે.(૪૦.૩૩)
(3:34 PM IST)










