<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

સીટી વિસ્‍તારમાં હેલ્‍મેટની જરૂર નથીઃ લોક પ્રતિનિધિઓએ આગળ આવીને ખુલ્લો વિરોધ કરવો જોઇએઃ સત્‍યાગ્રહ સમિતી

હેલ્‍મેટના કાયદા અન્‍વયે તંત્ર દ્વારા વિદેશનું આંધળુ અનુકરણ થઇ રહયું છે! લોકો મત આપે એટલે લગામ રાખી ગુલામીની ટેવ પાડવામાં આવી રહી છે

રાજકોટ, તા., ૧૦ : હેલ્‍મેટના કાયદા અન્‍વયે તંત્ર દ્વારા આંધળુ અનુકરણ કરવામાં આવી રહયું છે.

વિદેશમાં બાઇકનો ઉપયોગ વધારે છે. કારણ કે ત્‍યાંના રોડ રસ્‍તા ખૂબ મોટા અને સારા છે. ત્‍યાં બધું દૂર છે. ગીચ વિસ્‍તારમાં કોઈ રેહતું નથી. ત્‍યાં આખું શહેર ૫૦-૧૦૦ કિમી.માં હોય જ્‍યાં બીજી જગ્‍યાએ જલ્‍દી જવા સ્‍પીડ બાઇક હોય છે. જેથી વાહન ઝડપી ચાલી શકે અને 100+ પણ ચાલતું હોય જેથી હેલ્‍મેટ પહેરે તો જ આંખમાંથી પાણી ન નીકળે. ચલાવવામાં તકલીફ ન પડે અને પડે નહીં એટલે ત્‍યાં હેલ્‍મેટ ફરિજયાત છે.

    આપણો કાયદો ત્‍યાંનો કોપી પેસ્‍ટ છે. આંધળુ અનુકરણ થઇ રહયું છે. પણ અહીંયા નાના રસ્‍તા છે. ગીચ વિસ્‍તારો અને વસ્‍તી વધુ છે.

એક સ્‍કૂટરમાં ૪ લોકો જતા હોય છે. વિદેશની સરખામણીમાં અહીંયા હેલ્‍મેટ જરૂરી નથી. એટલે ૧૦૦૦ ટકા હેલ્‍મેટ અહીંયા જરૂરી નથી.

હેલ્‍મેટ સત્‍યાગ્રહ સમિતિ દ્વારા જણાવાયું છે કે,  આપણે ત્‍યાં ખાયકી કરવા લોકોને પશુની જેમ લગામમાં રાખવા આ કાયદો ચાલુ છે. સ્‍પીડમાં સ્‍કૂટર ચાલે તો જ હેલ્‍મેટ ની જરૂર પડે સ્‍પીડ લીમીટ જો સેટ થાય તો સાવ છૂટ મળી શકે. પીયુસી, સીટ બેલ્‍ટમાં પણ આ પ્રકારનું જ છે.

યોગ્‍ય વ્‍યક્‍તિઓ રાજકારણ માં હોય અથવા આવે તો જ લોકોની સમસ્‍યા માટે અવાજ ઉઠાવી શકાય. બાકી આજે કોકને દંડશે કાલે તમને. ટુકડે ટુકડે શિકાર કરશે તે માટે વિરોધ કરવો જરૂરી છે.

પણ લોક પ્રતિનિધિઓ જ કાયદામાં ફેરફાર કરી શકે. પણ કરશે કોણ. આમાંથી કરોડોનો ફાયદો થતો હોય તો કોણ આગળ આવે. જેની પાસે રૂપિયા છે જે કાયદો બનાવે છે ગાડીઓમાં ફરે છે તેને રસ ન જ હોય. આતો નાનો માણસોની તકલીફ છે આ લોકોને લગામમાં રાખવાના તો જ મત આપે. તેવી ગુલામીની ટેવ પડે નહિ તે હવે લોકોએ જોવાનું છે. અને હેલ્‍મેટ સીટી વિસ્‍તારમાં જરૂરી ન હોય તેનો જોરદાર વિરોધ કરવો જોઇએ તેમ સત્‍યાગ્રહ સમીતીએ જણાવેલ છે.

(3:01 PM IST)