તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
હેલ્મેટમાં રાહત મામલે જાહેરનામું પ્રસિધ્ધ કરાવો તો લોકો રાહત અનુભવે : મનીષા બા
બાકી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પડઘો પડયા વગર નહીં રહે

રાજકોટ, તા. ૧૦ : રાજકોટ શહેર માં હેલ્મેટ બાબતે ૮૦ ટકા લોકોમાં આક્રોશ જોવા મળ્યો અને ત્યારે એક પણ ભાજપના નેતાઓના પેટમાં પાણી હલયુ નહોતું અને એક જ દિવસમાં રાજકોટની જનતાના ખીસ્સા ખંખેરીને સરકારી તિજોરી ભરી લેવામાં આવી તેવા સંજોગોમાં ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડીને રાજકોટ શહેર ભાજપના ધારાસભ્યોએ હેલ્મેટ બાબતે ગળહ મંત્રીશ્રીને રજુઆત કરી લોકોના જસ ખાટલાની રણનીતિ અપનાવી હોવાનું રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળાએ આક્રોશભેર એક યાદીમાં જણાવાયું છે.
ટુંક જ સમયમાં સ્થાનિક સ્વર સ્વરાજ્યની ચૂંટણી નજીક છે અને આવા સંજોગોમાં રાજકોટની જનતા ભાજપ પ્રત્યે હેલ્મેટ ના દંડ બાબતે પોતાનો આક્રોશ મતપેટીમાં દેખાડશે તો એનુ પરિણામ ભાજપ માટે અસરકારક રીતે દેખાય આવશે એટલે રાજકોટ શહેર ભાજપના ધારાસભ્યશ્રીઓ માત્ર રાજકોટની જનતાના છેતરવા માટે હેલ્મેટ દંડને સ્થગિત કરવા ગળહ મંત્રીને રજુઆત કરી છે નહિ કે કાયમી બાબતે હેલ્મેટ દંડ પર રોક લગાવવા માટે. જો ખરેખર હેલ્મેટ દંડ બાબતે કાયમી માટે રાજકોટની જનતાને હાશકારો આપવા માટે રજુઆત કરવામાં આવી હોય તો સરકાર દ્વારા આ બાબતે લેખીતમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે જે થી કરીને રાજકોટની જનતાને કાયમી હેલ્મેટ બાબતે રાહતનો શ્વાસ રહે તેમ અંતમાં મનીષાબા વાળાએ જણાવ્યું છે.
(2:55 PM IST)










